SL vs BAN : ઈન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ઘટના, જાણો શું હોય એન્જલો મેથ્યુસ આઉટ થયો તે ટાઈમ આઉટ વિકેટ?
દિલ્હીમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની મેચમાં અનોખી ઘટના સામે આવી છે. એવુ પહેલી વખત બન્યુ છે કે કોઈ બેટ્સમેન પહેલી વખત ટાઈમ આઉટ થયો છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે. આઉટ થયા બાદ તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો.

આ ઘટના શ્રીલંકાના બેટ્સમેન સમરવિક્રમાના આઉટ થયા બાદ બની. મેથ્યુસ જ્યારે ક્રિઝ પર ગયો ત્યારે તેના હેલ્મેટની એક બાજુની સ્ટ્રીપ ખુલ્લી હતી. આ પછી તેણે બીજુ હેલ્મેટ મંગાવ્યુ. આ પછી સમય પૂરો થયો અને બાંગ્લાદેશ તરફથી અપીલ કરવામાં આવી. શાકિબ અલ હસને અપીલ કરી અને અમ્પાયરે મેથ્યુસને આઉટ આપી દીધો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેન આ રીતે ટાઈમ આઉટ થયો હોય. મેથ્યુઝે બાદમાં શાકિબ અલ હસન અને અમ્પાયર સાથે વાત કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
આ પછી તેણે મેદાન છોડવું પડ્યું. નિયમ એવો છે કે બેટ્સમેને વિકેટ ગયા પછી અથવા નિવૃત્તિ પછી 3 મિનિટની અંદર રમવા માટે તૈયાર હોવું જોઈએ.
મેથ્યુઝે હેલ્મેટ રિપેર કરવાનો પ્રયાસ કરતા તેની પટ્ટી તૂટી ગઈ. આ પછી નવા હેલ્મેટનો ઓર્ડર આપ્યો. ત્યારબાદ બોલિંગ કરી રહેલા શાકિબ અલ હસને અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ આપ્યો.
🏏😔THIS is FIRST TIME in INTERNATIONAL CRICKET.
— 🇮🇳Bhanu (@singh_bhan33431) November 6, 2023
Bangladesh appealed against Angelo Mathews for timeout and he was given out. #SLvsBAN #BANvsSL #CWC23 pic.twitter.com/Dw7KBCdQN0
આ પછી શાકિબે મેથ્યુઝની કોઈપણ વાત સાંભળવાની ના પાડી અને ત્યાંથી જવું પડ્યું. મેથ્યુસે અમ્પાયરને તૂટેલા હેલ્મેટ વિશે જણાવ્યું હતું.
આઈસીસીના નિયમોની કલમ 40.1.1 અનુસાર, જો કોઈ બેટ્સમેન આઉટ થઈ જાય અથવા નિવૃત્ત થઈ જાય તો નવા બેટ્સમેને ત્રણ મિનિટની અંદર રમવા માટે તૈયાર થઈ જવું જોઈએ. જો આમ નહીં થાય તો બેટ્સમેન આઉટ ગણાશે. ખાસ વાત એ છે કે આ રીતે આઉટ થવા પર બોલરના ખાતામાં વિકેટ જમા થતી નથી.












Click it and Unblock the Notifications
