Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્રિકેટના કેટલાક એવા તથ્યો, જેનાથી તમે હશો કદાચ અજાણ

ક્રિકેટ, વિશ્વ ભરમા જાણીતી અને લોકપ્રિય ગેમ છે અને તેને નિહાળવા અને પોતાના મનપસંદ ક્રિકેટરને મેદાન પર રમતો જોવા લોકો આતુર હોય છે. ભારત હોય કે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે પછી દક્ષિણ આફ્રિકા અથવા તો અન્ય દેશો હોય, દરેક સ્થળે લોકોમાં આપણને આ ક્રેઝ જોવા મળે છે, ક્રિકેટ સાથે જોડાયેલી નાનામાં નાની બાબત પણ જો ક્યાંક જોવા કે પછી વાંચવા મળી જાય તો લોકોની નજર ત્યાંથી બીજે તરફ આકર્ષિત થવા માનતી નથી.

ત્યારે આ વખતે અમે અહીં એવી જ કેટલીક ક્રિકેટ સાથે જોડાયેલી બાબતોને લઇને આવ્યા છીએ કે જે અંગે બની શકે કે તમે કદાચ અજાણ હોવ. તો ચાલો તસવીરો થકી ક્રિકેટ સાથે જોડાયેલી આવી જ કેટલીક જાણી અજાણી વાતો પર નજર ફેરવીએ.

મોજા ચોરવાનો આરોપ

મોજા ચોરવાનો આરોપ

1974માં ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડી સુધીર નાઇક પર મોજાની જોડી ચોરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

લગ્ન માટે રેકોર્ડને અવગણ્યો

લગ્ન માટે રેકોર્ડને અવગણ્યો

1948-49માં મુંબઇ અને કાઠિયાવાડ વચ્ચે એક મેચ રમાઇ રહી હતી, જેમાં બુદ્ધસાહેબ નિમ્બલકરે અણનમ 443 રનની ઇનિંગ બીજા દિવસના અંતે પૂર્ણ કરી હતી અને તેને હજુ ત્રીજા દિવસે રમવાનું હતું, જો તેઓ ત્રીજા દિવસે રમ્યા હોત તો કદાચ તેઓ ડોન બ્રેડમેનના રેકોર્ડને તોડી શક્યા હોત. ડોન બ્રેડમેનના નામે 452 પર અણનમ રહેવાનો ફર્સ્ટ ક્લાસ વિશ્વ રેકોર્ડ છે, પરંતુ નિમ્બાલકર મેચના ત્રીજા દિવસે લગ્ન કરવા જતા રહ્યાં અને આ રેકોર્ડ સુધી પહોંચી શક્યા નહોતા.

એક જ દિવસે ચાર ઇનિંગ

એક જ દિવસે ચાર ઇનિંગ

લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2000માં એક ટેસ્ટ મેચ રમાઇ હતી, જેના બીજા દિવસે મેચની તમામ એટલે કે ચારેય ઇનિંગ પૂર્ણ થઇ ગઇ હતી, જે ક્રિકેટ ઇતિહાસમાં કદાચ એકજવાર બન્યુ છે.

બે સફળ ઓવર

બે સફળ ઓવર

1951માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ન્યુઝીલેન્ડના એલેક્સ માયરે બે શાનદાર બોલિંગ ફેંકી હતી, એક ટી પહેલા અને બીજી ઇન્ટરવલ પછી. ટેસ્ટ ક્રિકેટમાં આ માત્ર બે વાર બન્યુ છે, આ પહેલા 1921માં એશીઝ ટેસ્ટ દરમિયાન બન્યું હતું.

માત્ર બે જ ટેસ્ટ ટાઇ

માત્ર બે જ ટેસ્ટ ટાઇ

ટેસ્ટ ક્રિકેટમાં માત્ર બે જ ટેસ્ટ ટાઇ થઇ છે, એક વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1960-61માં અને બીજી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 1986-87માં રમાઇ હતી.

માત્ર 10 બોલની ટેસ્ટ

માત્ર 10 બોલની ટેસ્ટ

ફેબ્રુઆરી 2009માં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેર રમાયેલી આ ટેસ્ટ મેચ અત્યારસુધીની સૌથી શોર્ટેસ્ટ ટેસ્ટ મેચ છે. જે માત્ર 10 બોલની રમાઇ હતી અને વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી.

વિશ્વકપમાં બેવડી સિદ્ધિ

વિશ્વકપમાં બેવડી સિદ્ધિ

ઓસ્ટ્રેલિયાના જેઓફ માર્શના નામે એક અનોખી સિદ્ધિ છે. તેઓ 1987માં ઓસ્ટ્રેલિયા ટીમના સભ્ય હતા, જેણે વિશ્વકપ જીત્યો હતો અને 1999માં વિશ્વકપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમના તેઓ કોચ હતા.

ક્રિકેટનો પ્રથમ કાયદો

ક્રિકેટનો પ્રથમ કાયદો

ક્રિકેટનો પ્રથમ કાયદો 1774માં લખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં સતત સુધારા કરવામાં આવ્યા છે. પહેલાં બેટની લંબાઇ હોકી સ્ટિક જેવી હતી અને બે સ્ટમ્પ ગોઠવવામાં આવતા હતા.

પહેલા સ્ટમ્પ અને પછી વિકેટ

પહેલા સ્ટમ્પ અને પછી વિકેટ

સ્ટમ્પની વાત કરવામાં આવી છે ત્યારે તેની સાથે જોડાયેલી બે બાબતો છે, વર્ષો પહેલા ઝાડને સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમવામાં આવતી અને તેથી તેને સ્ટમ્પ કહેવામાં આવતા અને પછી સમય જતા લોકો વિકેટ ગેટની સામે રમવા લાગ્યા અને તેથી તેને વિકેટ કહેવામાં આવે છે.

તમામ ખેલાડીઓએ અલગ-અલગ ટોપી પહેરી

તમામ ખેલાડીઓએ અલગ-અલગ ટોપી પહેરી

1868માં ઇંગ્લિશમેને ચાર્લ્સ લોરેન્સને ઓસ્ટ્રેલિયાના મૂળ વતનીઓની ટીમને ઇંગ્લેન્ડના પ્રવાસે મોકલવા કહ્યું હતું, અને ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં એ પહેલીવાર બન્યુ હતું કે ટીમના તમામ ખેલાડીઓએ અલગ-અલગ ટોપી પહેરી હતી, જેથી તેમને નિહાળવા આવેલા લોકો તેમને ઓળખી શકે. આ ટીમ 47 મેચ રમી હતી, જેમાંથી 14 તેઓ જીત્યા હતા, 14 હાર્યા હતા.

10 પ્રકારે બેટ્સમેન થાય છે આઉટ

10 પ્રકારે બેટ્સમેન થાય છે આઉટ

ક્રિકેટમાં 10 પ્રકારે ખેલાડી આઉટ થાય છે. કેચ, બોલ્ડ, એલબી, રન આઉટ, સ્ટમ્પ્ડ, હેન્ડીંગ બોલ, ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ, હિટ બોલ ટ્વાઇસ, હિટ વિકેટ, ટાઇમ આઉટ.

ટેસ્ટ ક્રિકેટમાં એક જ ખેલાડી થયો છે આ રીતે આઉટ

ટેસ્ટ ક્રિકેટમાં એક જ ખેલાડી થયો છે આ રીતે આઉટ

ટેસ્ટ ક્રિકેટમાં એક જ ખેલાડી છે જે ઓબસ્ટ્રેક્ટિંગ ધ ફિલ્ડમાં આઉટ થયો છે. આ ખેલાડીનું નામ છે, સર લેન હોટન.

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ઓફિશિયલ ટેસ્ટ મેચ

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ઓફિશિયલ ટેસ્ટ મેચ

1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં પહેલી ઓફિશિયલ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાનો 45 રને વિજય થયો હતો. 100 વર્ષ બાદ ફરીથી આ જ મેદાન પર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક સેનેટરી ટેસ્ટ મેચ રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો અને આ મેચ પણ ઓસ્ટ્રેલિયા 45 રનથી જીત્યું હતું.

પહેલી મેચમાં જ રેકોર્ડની વણઝાર

પહેલી મેચમાં જ રેકોર્ડની વણઝાર

ચાર્લ્સ બન્નેરમન ઓસ્ટ્રેલિયાના ખેલાડીના નામે ઘણા રેકોર્ડ બોલી રહ્યાં છે. જેમાં પહેલી ટેસ્ટ મેચનો પહેલો બોલ, પહેલો રન, પહેલી ફોર, પહેલી સદી. આ મેચમાં તેમણે અણનમ 165 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાનો કુલ સ્કોર 245 હતો, જે પણ એક રેકોર્ડ છે કે, કોઇ ટીમ દ્વારા કરવામાં આવેલા ટોટલ સ્કોરમાંથી 67.34 ટકા રન કોઇ એક ખેલાડીના હોય.

લોંગેસ્ટ ટેસ્ટ મેચ

લોંગેસ્ટ ટેસ્ટ મેચ

1938-39માં ડર્બન ખાતે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચ અત્યારસુધીની સૌથી લાંબી ટેસ્ટ મેચ છે, જે નવ દિવસ માટે રમાઇ હતી અને આ મેચ એટલા માટે ડ્રો થઇ હતી કારણ કે ઇંગ્લેન્ડના ખેલાડીઓને દેશ પરત ફરવા માટે બોટ પકડવાની હતી. ઇંગ્લેન્ડ માટે ચોથી ઇનિંગમાં 696 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો અને ઇંગ્લેન્ડ 654 રન સુધી પહોંચી ગઇ હતી, જો તેમને મેચ અધુરી ના છોડવી પડી હોત તો આ મેચ તેઓ જીતી શકે તેમ હતું.

ટેસ્ટ ક્રિકેટમાં આવું માત્ર ત્રણ વાર બન્યુ

ટેસ્ટ ક્રિકેટમાં આવું માત્ર ત્રણ વાર બન્યુ

આવું ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ત્રણ વાર જ બન્યું છે કે કોઇ ટીમ દ્વારા બીજી ટીમને ફોલઓન આપવામાં આવ્યું હોય અને ફોલઓન મેળવનારી ટીમનો વિજય થયો હોય. પહેલી વાર 1894-95માં આવું બન્યુ હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ફોલઓન આપ્યું હતું અને ઇંગ્લેન્ડ જીતી ગયું હતું, ત્યારબાદ 1981માં ફરીથી આવું બન્યુ હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ફોલઓન આપ્યું હતું અને ઇંગ્લેન્ડ મેચ જીતી ગયું હતું, છેલ્લે 2000-01માં બન્યું હતું, આ વખતે પણ ઓસ્ટ્રેલિયા દ્વારા ફોલઓન આપવામાં આવ્યું હતું અને ફોલઓન મેળવનારી ભારતીય ટીમનો વિજય થયો હતો.

બન્ને ઇનિંગમાં 105 રન

બન્ને ઇનિંગમાં 105 રન

1982માં ભારત સામે રમાયેલી એક ટેસ્ટ મેચમાં શ્રીલંકાના દુલીપ મેન્ડિસે બન્ને ઇનિંગમાં 105 રન બનાવ્યા હતા, આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન છે.

પહેલો બ્લેક દક્ષિણ આફ્રિકન ખેલાડી

પહેલો બ્લેક દક્ષિણ આફ્રિકન ખેલાડી

મકાયા એન્ટિની પહેલો બ્લેક મેન હતો કે જેણે દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટ ક્રિકેટ રમી હોય અને હેનરી ઓલોંગો હતો કે જેણે ઝિમ્બાવ્વે માટે ટેસ્ટ ક્રિકેટ રમી હોય.

પહેલી આંતરરાષ્ટ્રીય વનડે

પહેલી આંતરરાષ્ટ્રીય વનડે

પહેલી આંતરરાષ્ટ્રીય વનડે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1971માં મેલબોર્ન ખાતે રમાઇ હતી. આવું એટલા માટે બન્યુ હતું કે, ટેસ્ટ ક્રિકેટના પ્રથમ ચાર દિવસ વરસાદના કારણે વ્યર્થ ગયા હતા અને પછી પાંચમાં દિવસે મેચ રમાઇ હતી જેમાં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો.

વનડે ક્રિકેટનો પહેલો બોલ રમનાર ખેલાડી

વનડે ક્રિકેટનો પહેલો બોલ રમનાર ખેલાડી

જેઓફ બોયકોટ પહેલા ખેલાડી છે કે જેમણે વનડે ક્રિકેટનો પહેલો બોલ રમ્યા હતા, જ્યારે ગ્રાહેમ મકાન્ઝી પહેલા બોલર બન્યા હતા.

હજુ સુધી કોઇ સળંગ ચાર સદી વનડેમાં ફટકારી શક્યું નથી

હજુ સુધી કોઇ સળંગ ચાર સદી વનડેમાં ફટકારી શક્યું નથી

વનડે ક્રિકેટમાં હજુ સુધી કોઇ સળંગ ચાર સદી ફટકારી શક્યું નથી, હર્શલ ગિબ્સે સળંગ ત્રણ સદી ફટકારી છે અને ચોથીમાં તેમને માત્ર ત્રણ રન ખૂટ્યાં હતા, આલોક કપાલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વાઇડ બોલ નાંખી દેતા દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો, એ સમયે હર્શલ ગિબ્સ 97 રન પર અણનમ હતા.

સંળગ ત્રણ વખત મેન ઓફ ધ મેચ

સંળગ ત્રણ વખત મેન ઓફ ધ મેચ

વનડે ક્રિકેટમાં સળંગ ત્રણ વખત મેન ઓફ ધ મેચ થવાનો રેકોર્ડ સૌરવ ગાંગુલીના ફાળે જાય છે.

વનડે ક્રિકેટમાં 693 રન

વનડે ક્રિકેટમાં 693 રન

વનડે ક્રિકેટમાં આ એક અનોખો વિશ્વ રેકોર્ડ છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે 2003-04માં એક મેચ રમાઇ હતી, જેમાં બન્ને ટીમના ભેગા થઇને 693 રન થયા હતા, ભારતે પ્રથમ બેટિંગ કરતા 349 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 344 રન બનાવી શકી હતી.

પિતા-પુત્રની જોડીએ લગાવી’તી ડેબ્યુટ સદી

પિતા-પુત્રની જોડીએ લગાવી’તી ડેબ્યુટ સદી

લાલા અમરનાથ અને સુરિન્દર અમરનાથ એવી પિતા-પુત્રની જોડી છે કે જેમણે પોતાની પ્રથમ મેચમાં જ સદી ફટકારી હતી.

અજબની હેટ્રિક

અજબની હેટ્રિક

આમ તો અધિકૃત રીતે તેને હેટ્રિક કહેવામાં આવતી નથી, પણ છતાં બોલર તેને પોતાના આત્મસંતોષ માટે હેટ્રિક કહી શકે છે. આ મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 2005માં રમાઇ હતી, જેમાં પોતાની પહેલી મેચ રમી રહેલા ક્રિસ ટ્રેમ્લેટે બે બોલમાં બે વિકેટ લીધી અને ત્રીજો બોલ મોહમ્મદ અશરફુલ ડિફેન્ડ કરવા ગયો ત્યારે બાઉન્સ થઇને સ્ટમ્પમાં અથડાયો પરંતુ ત્યારે બેઇલ્સ પડી નહીં અને ટ્રેમ્લેટ હેટ્રિક કરતા ચૂક્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X