ડરબન ટેસ્ટમાં ભારતની શરમજનક હાર

Posted By:
Subscribe to Oneindia News

ડરબન ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતની શરમજનક હાર થઇ છે. બીજા દાવમાં ભારત દ્વારા આપવામા આવેલા 58 રનના સામાન્ય લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો છે. આ સાથે જ ભારતનો શ્રેણીમાં પરાજય થયો છે. નોંધનીય છે કે પહેલી ટેસ્ટ મેચ રસાકસી બાદ ડ્રોમાં પરિણમી હતી.

south-africa-india
બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાની 176 રનની લીડનો પીછો કરતા ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 223 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને દક્ષિણ આફ્રિકા સામે 58 રનનો સામાન્ય લક્ષ્યાંક મુક્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં રહાણે એ 96 રનની જ્યારે ચેતેશ્વર પૂજારાએ 32 રનની ઇનિંગ રમી હતી, તેમને બાદ કરતા એકપણ બેટ્સમેન પોતાની ક્ષમતા અનુસાર બેટિંગ કરી શક્યું નહોતું. દક્ષિણ આફ્રિકા તરફથી આર પીટરસને 4, સ્ટેન અને ફિલાન્ડરે 3-3 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી મળેલા 58 રનના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ એકપણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો હતો. બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા તરફથી એ પીટરસને(31) અને ગ્રેમ સ્મિથે(27) રનની ઇનિંગ રમી હતી.

આ પહેલા ડરબન ખાતે ટોસ જીતીને ભારત દ્વારા પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં મુરલી વિજય(97), ચેતેશ્વર પૂજારા(70) અને રહાણે(51) રનની મદદથી 334 રન બનાવ્યા હતા. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં જેક કાલિસ એડીબી વિલિયર્સ(74), એ પીટરસન(62) અને આ પીટરસન(61)ની મદદથી 500 રન બનાવ્યા હતા અને 174 રનની બઢત મેળવી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી પહેલી ઇનિંગમાં ડેલ સ્ટેને 6, મોર્કલે 3 અને ડમ્મીએ એક વિકેટ ઝડપી હતી. જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 6, ઝહીર ખાને 2 અને મોહમ્મદ સામીએ એક વિકેટ મેળવી હતી.

English summary
South Africa have won the Test by 10 wickets and the series 1-0 against india

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.