For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોન્ટિંગનું જીત સાથે અલવિદા કહેવાનું સ્વપ્ન તૂટ્યું

|
Google Oneindia Gujarati News

પર્થ, 3 ડિસેમ્બરઃ વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ દક્ષિણ આફ્રિકાએ પોતાની વેધક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાનું તેના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગને જીત સાથે વિદાય આપવાનું સ્વપ્ન તોડી નાંખ્યું છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીની નિર્ણાયક મેચમાં 309 રનથી પરાજય આપી શ્રેણીની સાથે-સાથે પોતાના નંબર વનના તાજને પણ જાળવી રાખ્યું છે.

ponting

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે 632 રનના લક્ષ્યનો પીછો કરતા રમતના આગળ વધારી પરંતુ તે માત્ર 322 રન જ બનાવી શક્યું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનું નિર્ણાયક મેચમાં ટેસ્ટ જીતવાની સાથે નંબર વન બનવાનું અને સાથે જ પોતાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગને કારકિર્દીની અંતિમ મેચમાં જીત સાથે વિદાય આપવાનું સ્વપ્ન તૂટી ગયું છે.

પોન્ટિંગે પોતાની આખરી પર્થ ટેસ્ટમાં પણ બીજી ઇનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર આઠ રન જ બનાવ્યા. પોન્ટિંગે બે ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી સર્વાધિક વિકેટ ડેલ સ્ટેન અને રોબિન પીટરસને લીદી, પીટરસને 127 રન આપીને પોન્ટિંગ, માઇકલ ક્લાર્ક અને મેથ્યૂ વેડની વિકેટ લીધી જયારે, ડેલ સ્ટેને 72 આપીને કોવન, માઇક હસી, નાથન લિયોનની વિકેટ લીધી હતી. વેર્નોન ફિલેન્ડરે વોર્નર અને જ્હોનસનની જ્યારે, મોર્કલે વોટસન અને હેસ્ટિંગ્સની વિકેટ લીધી હતી.

English summary
South Africa won the third Test by 309 runs on Monday to clinch back to back series in Australia, retain the No. 1 ranking and end Ricky Ponting's career with a big defeat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X