BCCI, રમત મંત્રાલય અને દિલ્હી સરકારને હાઇકોર્ટની નોટીસ

મુખ્ય ન્યાયાધીશ ડી. મુરુગેસન અને ન્યાયમૂર્તિ જયંતનાથની ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકારની સાથે બીસીસીઆઇને પોતાનો જવાબ ચાર અઠવાડીયાની અંદર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મામલાની બીજી સુનવણી હવે 14 ઓગસ્ટના રોજ થવાની છે.
અરજીકર્તા 'એસોસિએશન ફોર સોશિયલ એન્ડ હ્યુમનટેરિયન અફેયર્સ'નામની બિનસરકારી સંગઠને પોતાની પીઆઇએલમાં કહ્યું છે કે રમત મંત્રાલય દ્વારા બીસીસીઆઇને એક રાષ્ટ્રીય રમત સંઘ જાહેર કરી આઇપીએલ સહીત ક્રિકેટ સાથે જોડાયેલી તેની તમામ પ્રક્રિયાઓને પોતાના નિયંત્રણમાં લઇ લેવી જોઇએ.
અરજીમાં કહેવાયું છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના મામલાએ બીસીસીઆઇ મેનેજમેન્ટની સાખને સંપૂર્ણરીતે ધૂળમાં ભેળવી દીધી છે.
અરજીમાં સખત નિયમ અને ઉપનિયમ બનાવવા પર સૂચનો કરવા માટે એક ન્યાયિક સમિતિ ગઠિત કરવાની પણ વાત કરવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે એવું લાગી રહ્યું છે કે આઇપીએલને માફિયાઓને હવાલા માર્ગનો ઉપયોગ કરી તુરંત મોટી રકમ હાસલ કરવામાં માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે વિગતમાં આઇપીએલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરનારી એક જનહીતની અરજીને રદ કરી દીધી હતી. દિલ્હી પોલીસે 16 મેના રોજ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના સિલસિલામાં મુંબઇથી ત્રણ ક્રિકેટ ખેલાડીઓની ધરપકડ કરાઇ હતી.












Click it and Unblock the Notifications
