27 દિવસો બાદ શ્રીસંત, અંકિતના જામીન મંજૂર

શ્રીસંત અને અંકિત આઈપીએલ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ ટીમ વતી રમતા હતા. બંનેને તેમની ટીમે સસ્પેન્ડ કર્યા છે. જોકે આ જ ટીમનો અન્ય બોલર, અજિત ચાંડિલા જામીન પર નહીં છૂટે, કારણ કે તેણે એ માટે અરજી કરી નહોતી. શ્રીસંતે આ કેસમાં પોતે નિર્દોષ હોવાનું અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનું કહ્યું છે.
આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ શ્રીસંત, અંકિત અને ચાંડિલાની દિલ્હી પોલીસે ગઈ 16 મે, 2013ના રોજ ધરપકડ કરી હતી. કોર્ટે 27 દિવસ બાદ જામીન મંજૂર કરતા મંગળવારે તેઓ છુટશે.












Click it and Unblock the Notifications
