For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરભજને મને થપ્પડ નહી કોણી મારી હતી: શ્રીસંત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sreesanth-harbhajan
નવી દિલ્હી, 12 એપ્રિલ: ટીમ ઇન્ડિયાના બે સ્ટાર બેસ્ટમેનો વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની લડાઇએ નવું રૂપ ધારણ કરી લીધું છે. આઇપીએલ-6ની એક મેચમાં એક બીજા સાથેની સમસ્યાઓનું પરિણામ ભલે ગંભીર ના હોય પરંતુ આ પ્રકારની ધટનાનો શિકાર થયેલા ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત ભડકી ઉઠ્યાં છે. તેમને કહ્યું હતું કે હરભજન સિંહે તેમને ક્યારેય લાફો માર્યો ન હતો.

ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે ટ્વિટર પર પોસ્ટ કરેલ પોતાનું ટ્વિટ પર કહ્યું છે કે હરભજન સિંહ મેચ પોતાનો સંયમ ગુમાવી બેઠા હતા. શ્રીસંતે કહ્યું હતું કે જ્યારે હું તેમની સાથે હાથ મિલાવવા જઇ રહ્યો હતો ત્યારે તે મને મારવાનો પ્લાન બનાવી ચુક્યાં હતા પરંતુ તેમની ભડાસ કોણી મારીને નિકાળી અને તેને મને લાફો માર્યો નથી. તેમને કહ્યું હતું કે તમે બધાએ વિડિયો જોયો હતો કે હરભજન સિંહ આ મેચ હાર્યા બાદ પોતાનો સંયમ ગુમાવી ચુક્યા હતા અને તે ગુસ્સે થઇ ગયા હતા.

તેમને ગંભીર-વિરાટના વિવાદ સાથે જોડવાથી તેમને ઘણી નારાજગી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે જ્યારે હરભજન સિંહે મને લાફો માર્યો ન હતો તો આ પ્રકારથી વાતને મહત્વ આપવાનો કોઇ મતલબ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીસંત-હરભજન થપ્પડ વિવાદ 2008માં થયો હતો અને આ બધુ એક આઇપીએલ મેચ દરમિયાન થયું હતું જ્યારે શ્રીસંતે હરભજન પર થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો હતો અને તે ઘણીવાર સુધી મેદાન પર રડતાં રહ્યાં હતા.

English summary
S Sreesanth has cooked up a storm by claiming that it was Harbhajan Singh’s fault that led to the infamous ‘slapgate’ incident during the inaugural season of Indian Premier League in 2008.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X