For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સિંગને લઈને લાગેલા આરોપો પર શ્રીસંતે પોતાનો પક્ષ રાખ્યો!

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંતે આખરે IPL સ્પોટ ફિક્સિંગને લઈને પોતાનો પક્ષ સામે રાખ્યો છે. આ ફિક્સિંગે તેની ક્રિકેટ કારકિર્દીનો અંત કરી નાંખ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંતે આખરે IPL સ્પોટ ફિક્સિંગને લઈને પોતાનો પક્ષ સામે રાખ્યો છે. આ ફિક્સિંગે તેની ક્રિકેટ કારકિર્દીનો અંત કરી નાંખ્યો હતો. જ્યારે પણ શ્રીસંતનું નામ લેવાય ત્યારે સ્પોટ ફિક્સિંગ તેની વિવાદાસ્પદ છબી જ મનમાં આવે છે. હરભજન સિંહે તેને થપ્પડ મારી હતી તેનો પણ મોટો વિવાદ છે. આ બધા સિવાય શ્રીસંત એક આક્રમક ઝડપી બોલર હતો, સારી પ્રતિભા ધરાવતો હતો અને ક્રિકેટમાં યોગ્ય પ્રમાણમાં આદર મેળવા યોગ્ય હતો. હવે બધી બાબતો ભૂતકાળ બની ગઈ છે અને શ્રીસંત જીવનના એક એવા તબક્કે છે જ્યાં તેની સામે આગળ વધવા સિવાય કોઈ રસ્તો નથી.

Sreesanth

2013 માં શ્રીસંત અને અન્ય બે રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોની સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. શ્રીસંતે કહ્યું છે કે તે માત્ર 10 લાખ રૂપિયા માટે આવું કેમ કરે?

શ્રીસંતે સ્પોર્ટ્સકીડાને કહ્યું, મેં ઈરાની ટ્રોફી રમી હતી અને હું દક્ષિણ આફ્રિકા શ્રેણી રમવા માટે આતુર હતો, જેથી સપ્ટેમ્બર 2013 માં અમે જીતી શકીએ. અમે વહેલા જઈ રહ્યા હતા અને સપ્ટેમ્બરમાં તે સારું હોય છે. મારું લક્ષ્ય તે શ્રેણી રમવાનું હતું, આ સ્થિતિમાં હું આવું કેમ કરૂ? તે પણ 10 લાખ માટે? હું મોટી વાત નથી કરતો, પણ બે લાખ રૂપિયા મારી પાર્ટીનું બિલ રહેતું હતું. શ્રીસંતે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેના પરિવાર અને ચાહકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, મારા જીવનમાં મેં માત્ર મદદ કરી છે અને વિશ્વાસ આપ્યો છે. મેં ઘણા લોકોને મદદ કરી છે અને તે પ્રાર્થનાઓએ મને તેમાંથી બહાર આવવામાં મદદ કરી છે.

શ્રીસંતે દાવો કર્યો હતો કે, તે અંગૂઠામાં 12 ઈજા બાદ 130 પ્લસ માં બોલિંગ કરી રહ્યો હતો અને તેણે ખુલાસો કર્યો કે તેણે ઓવરમાં 14 રન આપવા જોઈતા હતા. શ્રીસંતે કહ્યું કે, અહીં એક ઓવર અને 14 રન થવાના હતા. મેં પાંચ રન આપી ચાર બોલ ફેંક્યા હતા. આઈપીએલમાં નો-બોલ, વાઈડ અને ધીમા એક પણ બોલ નહીં. હું મારા પગ પર 12 સર્જરી બાદ 130 થી વધુની સ્પીડે બોલિંગ કરી રહ્યો હતો.

ઉલ્લેખનિય છે કે. BCCI એ તાજેતરમાં શ્રીસંત પરનો પ્રતિબંધ હટાવ્યો હતો અને તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો હતો.

English summary
Sreesanth defends himself over allegations of fixing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X