For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનિવાસને બચાવી હતી ધોનીની કેપ્ટન્સી!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ એન. શ્રીનિવાસને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સી બચાવવામાં પોતાની ભૂમિકાના સંકેત આપ્યા છે. શ્રીનિવાસનનું કહેવું છે કે બોર્ડનું સંવિધાન તેમને પસંદગીકર્તાઓના નિર્ણયોને સ્વિકૃતિ આપવાનો અધિકાર આપે છે, જેમાં સુકાનીની પસંદગીનો નિર્ણય પણ સામેલ છે. આસ્ટ્રેલિયા પ્રવાસ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન કર્યા બાદ ધોનીને સુકાનીપદેથી હટવવા અંગે આવેલા મીડિયા અહેવાલો અંગે શ્રીનિવાસનને પૂછવામાં આવ્યા અંગે કહ્યું, ' ટીમ પસંદગી મામલો પર ચર્ચા કરવી ઉચિત નથી. ભારતીય બીસીસીઆઇનું સંવિધાન અધ્યક્ષને રાષ્ટ્રીય ટીમની પસંદગીને સ્વીકૃતિ આપવાનો અધિકાર આપે છે.'

જબ તેમને બીજીવાર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ' અધ્યક્ષનો નિર્ણય અંતિમ હોય છે?' તો તેમણે કહ્યું, ' આ બીસીસીઆઇનું સંવિધાન કહે છે.' ક્રિકેટના નાના પ્રારુપોને લઇને ધોનીને હટાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ અંગેનો નિર્ણય પસંદગીકારોનો નિર્ણય છે. બીજી તરફ રાહુલ દ્રવિડ સહિત ઘણા ક્રિકેટ વિશેષજ્ઞોએ ધોનીને નાના પ્રારુપોના સુકાનીપદેથી હટાવવાનું સમર્થન કર્યું હતું.

msdhoni
શ્રીનિવાસને કહ્યું,' પસંદગીકર્તાઓ તે અંગે નિર્ણય લેવા માટે છે. અમારી પાસે અનુભવી પસંદગીકારોની ટીમ છે. તેથી તેમને તે નક્કી કરવા દો. પરંતુ વ્યક્તિગત રીતે મારું એ માનવું છે કે, ધોનીએ ત્રણેય પ્રારુપમાં સારું પ્રદર્શન કર્યું છે.

પૂર્વ પસંદગીકર્તા મોહિન્દર અમરનાથે એવો દાવો કર્યો હતો કે, શ્રીકાંતના નેતૃત્વવાળી ગત પસંદગી સમિતિએ સર્વસંમતિથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન કર્યા બાદ ધોનીને સુકાની પદેથી હટાવવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ કથિત રીતે શ્રીનિવાસને આ નિર્ણયને નામંજૂર કરી દીધો હતો. શ્રીનિવાસને કહ્યું કે, ધોની એક અનુભવી સુકાની છે. નોંધનીય છે કે ધોની શ્રીનિવાસનની આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સનું નેતૃત્વ પણ કરે છે.

English summary
BCCI president N Srinivasan hinted that the board's constitution gives him the power to approve any decision of the national selectors, including that on the captain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X