Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીનિવાસન ત્રીજીવાર બન્યા BCCIના અધ્યક્ષ

ચેન્નાઇ, 29 સપ્ટેમ્બર : વિવાદોમાં સપડાયેલા અને વિરોધ છતા એન શ્રીનિવાસનને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડન.ચા અધ્યક્ષ પદ પર એકવાર ફરી નિર્વિરોધ ચૂંટી લેવામાં આવ્યા છે. રવિવારે વાર્ષિક સામાન્ય બેઠકમાં શ્રીનિવાસનને એક વર્ષ કરતા વધારે કાર્યકાળ માટે અધ્યક્ષ પદ પર નિર્વિરોધ ચૂંટી લેવામાં આવ્યા, હવે ત્રીજા વર્ષે પર બોર્ડના પ્રમુખનું પદ તેમની પાસે જ રહેશે.

રસપ્રદ વાત એ છે કે પદ માટે માત્ર તેમનું જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. જોકે બિહાર ક્રિકેટ સંઘની અરજી હાઇકોર્ટનો અંતિમ નિર્ણય આવવા સુધી શ્રીનિવાસન પોતાનો કાર્યભાર નહીં સંભાળે. બિહાર સંઘના સચિવ આદિત્ય વર્માએ કોર્ટમાં અરજી દાખલ કરી શ્રીનિવાસનના ફરીથી અધ્યક્ષ પદની ચૂંટણી લડવા પર રોક લગાવવાની અપીલ કરી હતી. બોર્ડની બેઠકથી 24 કલાક પહેલા સુધી તમામ નજરો અધ્યક્ષ પદ માટે શ્રીનિવાસનની દાવેદારી પર ટકેલી હતી.

srinivasan
પરંતુ વિશ્વની સૌથી ધનવાન રમત સંસ્થાઓમાંની એક બીસીસીઆઇના સર્વોચ્ચ પદ માટે માત્ર શ્રીનિવાસનની ઉમેદવારી સામે આવવા પર તેમની આ પદ માટે વરણી પાક્કી હતી. આની વચ્ચે સંજય પટેલને બોર્ડના સચિવ જ્યારે અનિરુદ્ધ ચોધરી ખજાંચી માટે પસંદ કરાયા છે. હરિયાણા ક્રિકેટ સંઘના સચિવ અનિરુદ્ધ ચોધરી શ્રીનિવાસનના સમર્થક માનવામાં આવે છે. આઇપીએલ છમાં સટ્ટેબાજી અને ફિક્સિંગની તપાસથી નારાજ સંજય જગદાલે અને અજય શિર્કેના આ પદો પરથી રાજીનામુ આપ્યા બાદ આ પદ ખાલી થઇ ગયા હતા.

આ ઉપરાંત પાંચ જોનના ઉપાધ્યક્ષ પણ નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા. જેમાં રાજીવ શુક્લાને સેન્ટ્રલ જોન, એસ. કે. બંસલને નોર્થ જોન, રવિ સાવંતને વેસ્ટ જોન, શિવલાલ યાદવને સાઉથ જોન અને ચિત્રક મિત્રાને ઇસ્ટ જોનના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. અનુરાગ ઠાકુરને સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. આઇપીએલ છમાં પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનનું નામ સટ્ટેબાજીમાં આવ્યા બાદથી 68 વર્ષીય શ્રીનિવાસન સતત મુશ્કેલીઓમાં ઘેરાયેલા રહ્યા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરીને પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા હતા.

જોકે શ્રીનિવાસને ખૂદ પોતાને બોર્ડ અધ્યક્ષના નિયમિત કામકાજથી દૂર રાખેલ છે અને આ જવાબદારી જગમોહન ડાલમિયાને આપી રાખી છે. શ્રીનિવાસનની જીત એટલા માટે યોગ્ય માનવામાં આવી રહી હતી કારણ કે તેમને દક્ષિણ વિસ્તારની તમામ છ એકમોનું સમર્થન હાસલ હતું, જેનાથી તેમને બોર્ડ અધ્યક્ષ તરીકે એક વર્ષનો વિસ્તાર મળવામાં કોઇ પરેશાની નથી થઇ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X