શ્રીનિવાસન રહેશે 'નોટ આઉટ', દાલમિયા બનશે કાર્યકારી અધ્યક્ષ

જો કે બેઠક પહેલાં સમાચાર પ્રાપ્ત થયા હતા કે શ્રીનિવાસન પદ છોડવા માટે રાજી થઇ ગયા છે સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રીનિવાસને રાજીનામું આપવા માટે કોઇ શરત મૂકી ન હતી. તો બીજી તરફ વચગાળાના અધ્યક્ષ માટે જગમોહન દાલમિયાના નામ પર સહમતિ બની હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ પહેલાં શનિવારે શ્રીનિવાસન દ્વારા રાજીનામું ન આપતાં નારાજ આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ રાજીનામું આપી દિધું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના તાજા ફિક્સિંગ મુદ્દે પોતાના જમાઇની ધરપકડ બાદ જ શ્રીનિવાસન પર રાજીનામું આપવાનું દબાણ બનેલું હતું.












Click it and Unblock the Notifications
