ગુસ્સે ભરાયેલા પોલાર્ડે ફેક્યું બેટ, વિરાટની પણ છટકી કમાન

મુંબઇ, 7 મેઃ આઇપીએલની મેચ ચાલતી હોય અને વિવાદ ના થાય તે કેવી રીતે બને. તમને યાદ હોય તો ગત આઇપીએલમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાનમાં જોરદાર ટકરાવ થયો હતો. આવો જ ટકરાવ આ વખતે પણ થયો છે. જો કે આ વખતે વિરાટ કોહલી અને ગંભીર નહોતા, પરંતુ વિરાટ કોહલીની ટીમનો બોલર સ્ટાર્ક અને મુંબઇ ઇન્ડિયન્સનો ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ હતા.

મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઇપીએલની સાતમી શ્રેણીની મેચ રમાઇ રહી હતી. મેચ દરમિયાન સ્ટાર્ક દ્વારા એક બાઉન્સર નાંખવામાં આવ્યો જેનાથી પોલાર્ડ બચી ગયો, પરંતુ એ દરમિયાન સ્ટાર્કે પોલાર્ડને કંઇક કહ્યું હતું. પોલાર્ડે તેને જતો રહેવાનો ઇશારો કર્યો. પહેલા તો બધાને લાગ્યું કે વાત આટલેથી અટકી જશે, પરંતુ ત્યાર પછી સ્ટાર્કે બીજો બોલ નાંખ્યો, પરંતુ પોલાર્ડ તે રમ્યા વગર પીચની બહાર નીકળી ગયો, પોલાર્ડ પીચની બહાર નીકળી ગયો હોવાનું જોવા મળ્યું હોવા છતાં સ્ટાર્કે બોલ નાંખ્યો હતો.

સ્ટાર્કની આ હરકતથી પોલાર્ડ ગુસ્સે ભરાયો હતો અને તેણે સ્ટાર્ક તરફ બેંટ ફેંક્યુ હતું અને તેની સાથે બાથ ભીડવા આગળ વધ્યો હતો, પરંતુ અમ્પાયર્સ વચ્ચે આવી ગયા હતા. પરિસ્થિતિનો તાગ મેળવી ગેઇલે પણ પોલાર્ડને સમજાવ્યો હતો. છતાં આ વિવાદ શાંત પડ્યો નહોતો અને છેવટે બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીની કમાન છટકી હતી અને તેણે આ મામલો શાંત કરવા માટે દલીલ કરી હતી અને જે થયું તે ખોટું થયું છે તેમ સમજાવ્યા હતા. વિરાટ જ્યારે અમ્પાયર્સને સમજાવી રહ્યો હતો ત્યારે તેનો ગુસ્સો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આ ઘટનાને જોઇએ.

શાબ્દિક પ્રહાર

શાબ્દિક પ્રહાર

સ્ટાર્કે પોલાર્ડ પર કેટલાક શાબ્દિક પ્રહાર કર્યા હતા.

જતા રહેવાનો કર્યો ઇશારો

જતા રહેવાનો કર્યો ઇશારો

સ્ટાર્ક દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા બાદ પોલાર્ડે તેને જતા રહેવાનો ઇશારો કર્યો હતો.

...ને ખસી ગયો પોલાર્ડ

...ને ખસી ગયો પોલાર્ડ

સ્ટાર્ક બોલ નાખવા જઇ રહ્યો હતો ત્યારે પોલાર્ડ પીચ પરથી ખસી ગયો હતો.

છતાં નાંખ્યો બોલ

છતાં નાંખ્યો બોલ

પોલાર્ડ પીચ પરથી ખસી ગયો હોવાનું જાણતો હોવા છતાં સ્ટાર્કે બોલ નાંખ્યો હતો.

પોલાર્ડને આવ્યો ગુસ્સો

પોલાર્ડને આવ્યો ગુસ્સો

સ્ટાર્કની આ હરકતથી પોલાર્ડને ગુસ્સો આવ્યો હતો અને તેણે બેટ સ્ટાર્ક તરફ ફેક્યું હતું.

પોલાર્ડે ફેક્યું બેટ

પોલાર્ડે ફેક્યું બેટ

પોતે પીચ પરથી ખસી ગયો હોવાની જાણ પછી પણ સ્ટાર્કે બોલ નાંખતા પોલાર્ડે બેટનો ઘા કર્યો હતો.

વિવાદ વકર્યો

વિવાદ વકર્યો

પોલાર્ડે બેટ ફેંકી દીધા બાદ વિવાદ વધુ વકર્યો હતો, એક સમયે તો બન્ને મારામારી કરશે તેવું લાગી રહ્યું હતું.

ગેઇલે પોલાર્ડને આપી સલાહ

ગેઇલે પોલાર્ડને આપી સલાહ

વિવાદ વધુ વકરે તે પહેલા ગેઇલે પોલાર્ડને સમજાવ્યો હતો.

સ્ટાર્ક પણ ગુસ્સે ભરાયો

સ્ટાર્ક પણ ગુસ્સે ભરાયો

પોલાર્ડ દ્વારા તેના તરફ બેટ ફેંકવામાં આવતા મિશેલ સ્ટાર્ક પણ ગુસ્સે ભરાયો હતો.

બેટ ફેંકી રહેલો પોલાર્ડ

બેટ ફેંકી રહેલો પોલાર્ડ

સ્ટાર્ક દ્વારા નાંખવામાં આવેલા બોલથી ગુસ્સે ભરાયેલા પોલાર્ડે બેટને તેના તરફ ફેક્યું હતું અને તેની સાથે દલીલ કરવા લાગ્યો હતો.

અમ્પાયર્સે કર્યો પ્રયાસ, વિરાટ પણ છટકી કમાન

અમ્પાયર્સે કર્યો પ્રયાસ, વિરાટ પણ છટકી કમાન

આ ઘટના મોટું સ્વરૂપ લે તે પહેલા અમ્પાયર્સે બન્ને ખેલાડીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીની પણ કમાન છટકી હતી અને અમ્પાયર્સ સાથે તેણે દલીલ કરી હતી અને સમજાવ્યા હતા.

સ્ટાર્ક અને પોલાર્ડ વચ્ચે સર્જાયેલા વિવાદનો વીડિયો

સ્ટાર્ક અને પોલાર્ડ વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તેનો વીડિયો યુટ્યૂબ ફરતો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X