ભારત વિ. ઇંગ્લેન્ડઃ કોણ કેટલું દમદાર, જાણો રસપ્રદ ઇતિહાસ
ભારત અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને સ્ટુઅર્ટ બિન્નીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત માટે આ ટેસ્ટ શ્રેણી એક પ્રતિષ્ઠાત્મક શ્રેણી સમાન છે, કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતે જેટલી પણ ટેસ્ટ શ્રેણી રમી છે, તેમાં જેટલી ક્ષમતા છે ટીમમાં તે પ્રમાણેનું પ્રદર્શન ટીમ કરી શકી નથી અને તેના કારણે ભારતને કારમા પરાજયનો પણ સામનો કરવો પડ્યો છે.
દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ સામે ભારતને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો, તો 2011માં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભારતનો વ્હાઇટવોશ થયો હતો અને ચારેય મેચમાં ભારતનો પરાજય થયો હતો. જોકે આ વખતે ટીમ આખી નવી છે, તેથી આ વખતની શ્રેણીમાં ભારત કેવું પ્રદર્શન કરશે તેના પણ બધાની ખાસ નજર છે. ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓ છેકે જેમણે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચો રમી નથી. જોકે ટીમ મેન્ટર તરીકે દ્રવિડની મદદ લીધી છે. ત્યારે ચોક્કસપણે એક ક્રિકેટ રસિક તરીકે ઇતિહાસની અટારીમાં આ બન્ને દેશો વચ્ચેની ટેસ્ટ મેચો કેવી રહી હતી, તે અંગે જાણવાની ઉત્સુકતા જાગે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં તસવીરો થકી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચો અને શ્રેણી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

ટેસ્ટ શ્રેણી પરિણામો
1932
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
ટેસ્ટ મેચઃ- 1
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ
1933-34
હોસ્ટઃ- ભારત
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(2-0)
1936
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(2-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
1946
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(1-0)
1951-52
હોસ્ટઃ- ભારત
મેચઃ- 5
પરિણામઃ- ડ્રો(1-1)
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 4
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(3-0)
1959
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 5
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(5-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
1961-62
હોસ્ટઃ- ભારત
મેચઃ- 5
વિજેતા ટીમઃ- ભારત(2-0)
1963-64
હોસ્ટઃ- ભારત
મેચઃ- 5
પરિણામઃ- ડ્રો
1967
હોસ્ટઃ- ભારત
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(3-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
1971
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ભારત(1-0)
1972-73
હોસ્ટઃ- ભારત
મેચઃ- 5
વિજેતા ટીમઃ- ભારત(2-1)
1974
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(3-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
1976-77
હોસ્ટઃ- ભારત
મેચઃ- 5
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(3-1)
1979-80
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 4
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(1-0)
હોસ્ટઃ- ભારત
મેચઃ- 1
વિજેતા ટીમઃ ઇંગ્લેન્ડ
1981-82
હોસ્ટઃ- ભારત
મેચઃ- 6
વિજેતા ટીમઃ- ભારત(1-0)
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ભારત(1-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
1984-85
હોસ્ટઃ- ભારત
મેચઃ- 5
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(2-1)
1986
હોસ્ટઃ- ભારત
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ભારત(2-0)
1990
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(1-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
1992-93
હોસ્ટઃ- ભારત
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ભારત(3-0)
1996
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(1-0)
2001-02
હોસ્ટઃ- ભારત
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ભારત(1-0)
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 4
પરિણામઃ- ડ્રો

ટેસ્ટ શ્રેણી પરિણામો
2005-06
હોસ્ટઃ- ભારત
મેચઃ- 3
પરિણામઃ- ડ્રો
2007
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 3
વિજેતા ટીમઃ- ભારત(1-0)
2008-09
હોસ્ટઃ- ભારત
મેચઃ- 2
વિજેતા ટીમઃ- ભારત(1-0)

ટેસ્ટ શ્રેણી પરિણામો
2011
હોસ્ટઃ- ઇંગ્લેન્ડ
મેચઃ- 4
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(4-0)
2012-13
હોસ્ટઃ- ભારત
મેચઃ- 4
વિજેતા ટીમઃ- ઇંગ્લેન્ડ(2-1)

ભારત અને ઇંગ્લેન્ડમાં બન્ને દેશોનું પ્રદર્શન
ભારતમાં
ટેસ્ટ મેચઃ- 55
ટેસ્ટ શ્રેણીઃ- 14
ટેસ્ટ મેચમાં વિજયઃ- ભારત- 15, ઇંગ્લેન્ડ-13, ડ્રો- 27
ટેસ્ટ શ્રેણીમાં વિજયઃ- ભારત- 6, ઇંગ્લેન્ડ- 5, ડ્રો- 3
ઇંગ્લેન્ડમાં
ટેસ્ટ મેચઃ- 52
ટેસ્ટ શ્રેણીઃ- 16
ટેસ્ટ મેચમાં વિજયઃ- ભારત- 5, ઇંગ્લેન્ડ- 27, ડ્રો- 20
ટેસ્ટ શ્રેણીમાં વિજયઃ- ભારત- 3, ઇંગ્લેન્ડ- 12, ડ્રો- 2

સર્વાધિક ઇનિંગ ટોટલ
ભારત
1984-85 - 553
1992-93 - 560
1992-93 - 591
1990- 606
2002- 628
2007- 664
ઇંગ્લેન્ડ
1974- 629
1979- 633
1984-85 - 652
1990- 653
2002- 617
2011- 710

સૌથી નિમ્ન સ્કોર
ભારત
1936- 93
1952- 58, 82, 98
1967- 92
1974- 42
1976-77- 83
1979- 96
2005-06 - 100
ઇંગ્લેન્ડ
1936- 134
1971- 101
1981-82 - 102
1986- 102, 128












Click it and Unblock the Notifications
