30 વર્ષીય બિન્નીએ તોડ્યો કુંબલેનો 21 વર્ષ જૂનો રેકોર્ડ
મિરપુર, 18 જૂનઃ મંગળવારે બાંગ્લાદેશના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ વનડે મેચોની શ્રેણીની બીજી મેચમાં બોલર સ્ટુઅર્ટ બિન્નીએ શાનદાર પ્રદર્શન કરતા ભારતનો 45 રનથી વિજય થયો હતો. આ સાથે જ બિન્નીએ એક 21 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. 30 વર્ષીય સ્ટુઅર્ટ બિન્નીએ આ મેચમાં 4 રનમાં 6 વિકેટ મેળવીને ભારતીય મહાન બોલર અનિલ કુંબલેના શ્રેષ્ઠ વનડે બોલિંગના રેકોર્ડને તોડી નાંખ્યો છે.
કર્ણાટકના ઓલરાઉન્ડર બિન્નીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ડ્રીમ સ્પેલ નાખતા 4.4 ઓવરમાં માત્ર ચાર રન આપીને છ વિકેટ મેળવી હતી. આ વનડે ક્રિકેટના ઇતિહાસનો નવમો શ્રેષ્ઠ સ્પેલ છે. બિન્નીએ માત્ર 3 વનડે રમી છે અને પોતાની પહેલી બન્ને વનડેમાં તેણે એકપણ વિકેટ મેળવી નથી. તેણે જે બોલિંગ સ્પેલ 6/4 નાખ્યો છે એ ભારતીય વનડે ઇતિહાસનો પણ શ્રેષ્ઠ બોલિંગ સ્પેલ છે. આ પહેલા કુંબલેએ કોલકતામાં 1993ના નવેમ્બર મહિનામાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં 6/12નો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો હતો.
ભારત માત્ર 105 રનમાં ઓલઆઉટ થઇ ગયા બાદ ભારતીય બોલર્સ બિન્ની અને મોહિત શર્માએ વેધક પ્રદર્શન કરતા ભારતે બાંગ્લાદેશને 45 રનથી પરાજય આપ્યો હતો. જેમાં બિન્નીએ છ વિકેટ અને શર્માએ ચાર વિકેટ મેળવી હતી જેના કારણે બાંગ્લાદેશ 17.4 ઓવરમાં માત્ર 58 રનમાં જ ઓલઆઉટ થયું હતું અને ભારત આ શ્રેણી 2-0થી જીતી ગયું છે. તો ચાલો તસવીરો થકી ભારતના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન પર એક નજર ફેરવીએ.

6/4 - સ્ટુઅર્ટ બિન્ની
6/4 - સ્ટુઅર્ટ બિન્ની
દેશઃ- બાંગ્લાદેશ
સ્થળઃ મિરપુર, 2014

6/12 - અનિલ કુંબલે
6/12 - અનિલ કુંબલે
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
સ્થળઃ- કોલકતા, 1993

6/23 - આશિષ નહેરા
6/23 - આશિષ નહેરા
દેશઃ- ઇંગ્લેન્ડ
સ્થળઃ- ડરબન, 2003

6/27 - મુરલી કાર્તિક
6/27 - મુરલી કાર્તિક
દેશઃ- ઓસ્ટ્રેલિયા
સ્થળઃ- મુંબઇ, 2004

6/42 - -અજીત અગરકર
6/42 - -અજીત અગરકર
દેશઃ- ઓસ્ટ્રેલિયા
સ્થળઃ- મેલબર્ન, 2004












Click it and Unblock the Notifications
