IPL માટે સન ટીવીને મળી હૈદરાબાદની ફ્રેન્ચાઇજી

સન ટીવી નેટવર્કે વાર્ષિક 85.05 કરોડ રૂપિયાના કરાર પર ઇન્ડિયન પ્રીમિયર લીગની હૈદરાબાદ ફ્રેંચાઇજી ખરીદી લીધી છે. આની સાથે જ ડેક્કન ચાર્જસના બદલે નવી ટીમ શોધવાની પ્રક્રિયા પૂરી થઇ ચૂકી છે.
બીસીસીઆઇના અધ્યક્ષ સંજય જગદાલે જણાવ્યું હતું કે આઇપીએલ સંચાલન પરિષદે ગુરૂવારે મુંબઇમાં યોજેલી હરાજીમાં સન ટીવીએ સૌથી વધારે બોલી લગાવીને આપીએલમાં ફ્રેન્ચાઇજી મેળવી લીધી છે.
જગદાલે જણાવ્યું હતું કે સન ટીવી નેટવર્કની બોલી પીવીપી વેન્ચર્સની બોલી 69.03 કરોડ રૂપિયા કરતા વધારે હતી. 15 સપ્ટેમ્બરના રોજ ડેક્કન ચાર્જર્સનો આઇપીએલ સાથે કરાર રદ કરાયા બાદ બીસીસીઆઇએ નવી આઇપીએલ ફ્રેન્ચાઇજી માટે કવાયત શરૂ કરી દીધી હતી.
બીસીસીઆઇએ બીજી નવી ફ્રેન્ચાઇજી માટે 12 શહેરોમાંથી બીડ આમંત્રીત કરી હતી. જેમાં રાજકોટ, અમદાવાદ, કોચ્ચિ, અને ઇન્દોર જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. જોકે આ શહેરોમાંથી કયા શહેરને મળશે નવી ફ્રેન્ચાઇજી એતો સમય જ નક્કી કરશે.












Click it and Unblock the Notifications
