Sunil Chhetri Retirement: ભારતીય ફુટબોલર સુનીલ છેત્રી લેશે સંન્યાસ, આ દિવસે રમશે છેલ્લી મેચ
Sunil Chhetri Retirement: ભારતીય ફૂટબોલ આઇકોન સુનિલ છેત્રીએ ગુરુવારના રોજ 6 જૂને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો, તેની બે દાયકાની શાનદાર કારકિર્દીનો અંત લાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી સેવા આપી રહેલા રાષ્ટ્રીય ટીમના કેપ્ટને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા એક વીડિયો દ્વારા તેના નિર્ણયની જાહેરાત કરી હતી.
કુવૈત સામે રમશે અંતિમ મેચ - નિવૃત્તિના નિર્ણયની જાહેરાત કરતા 39 વર્ષીય સુનીલ છેત્રીએ જણાવ્યું છે કે, છેલ્લા 19 વર્ષમાં મને જે લાગણી યાદ છે તે ફરજ, દબાણ અને અપાર ખુશીનું ખૂબ જ સારું સંયોજન છે. ભારતીય ફૂટબોલ લેજેન્ડે જણાવ્યું હતું કે, કુવૈત સામેની મેચ રાષ્ટ્રીય સ્તરે તેની છેલ્લી મેચ હશે.

સુનીલ છેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ જાહેરાત કરી હતી. કુવૈત સામેની મેચ - જે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડનો ભાગ છે - તેમની છેલ્લી રમત હશે. આ મેચ 6 જૂનના રોજ સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે. ભારત અત્યારે ગ્રુપ Aમાં ચાર પોઈન્ટ સાથે કતાર પછી બીજા ક્રમે છે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે મેં નક્કી કર્યું કે, આ મારી છેલ્લી મેચ હશે, ત્યારે મેં મારા પરિવારને તેના વિશે જણાવ્યું. પિતા સામાન્ય હતા. મારી પત્ની આશ્ચર્યચકિત હતી. મેં તેને કહ્યું, તમે હંમેશા મને પરેશાન કરતા હતા કે, ઘણી બધી રમતો છે, ખૂબ દબાણ છે. હવે હું તમને કહી રહ્યો છું કે આ રમત પછી હું મારા દેશ માટે નહીં રમીશ. તે મને કહી પણ ન શકી કે, આંસુ કેમ આવી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું, એવું નથી કે હું થાક અનુભવી રહ્યો હતો, એવું નથી કે હું આ કે તે અનુભવી રહ્યો હતો. જ્યારે મને લાગ્યું કે આ મારી છેલ્લી રમત હોવી જોઈએ, ત્યારે મેં તેના વિશે ઘણું વિચાર્યું અને આખરે આ નિર્ણય પર આવ્યો હતો.
સુનીલ છેત્રીએ માર્ચમાં ભારત માટે તેનો 150મો દેખાવ કર્યો હતો, અને ગુવાહાટીમાં અફઘાનિસ્તાન સામે આ પ્રસંગે ગોલ કર્યો હતો. જોકે, ભારત તે ગેમ 1-2થી હારી ગયું હતું. 2005માં ડેબ્યૂ કરનાર છેત્રીએ દેશ માટે 94 ગોલ કર્યા છે.
સુનીલ છેત્રી ભારતના સર્વકાલીન ટોચના સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે વિદાય લેશે. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી સક્રિય ખેલાડીઓમાં ગોલ સ્કોરરની યાદીમાં ત્રીજા સ્થાને છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
