For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હૉકી ખેલાડી વંદના કટારિયા સાથે જાતિગત ભેદભાવ પર જે કંઈ પણ થયુ તે શરમજનક...'

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2021ની સેમીફાઈનલમાં ભારતીય મહિલા હૉકી ટીમને આર્જેન્ટીનાથી હારનો સામનો કરવો પડ્યો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2021ની સેમીફાઈનલમાં ભારતીય મહિલા હૉકી ટીમને આર્જેન્ટીનાથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બધા ખેલાડી શાનદાર રીતે રમ્યા અને પહેલી વાર ટીમને ઓલિમ્પિકની સેમીફાઈનલ સુધી પહોંચાડી. વંદના કટારિયાનુ પ્રદર્શન ઘણુ શાનદાર રહ્યુ. જો કે હાર બાદ હૉકી પ્લેયર વંદના કટારિયાના પરિવારજનો સાથે પડોશીઓ દ્વારા જાતિસૂચક ગાળો આપવાનો મામલો સામે આવ્યો છે. જે મામલે બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વંદનાના સપોર્ટમાં આવી છે. સ્વરા ભાસ્કરે વંદના કટારિયાના પરિવાર સાથે થયેલ જાતિગત ભેદભાવ વિશે એક ટ્વિટ કર્યુ છે.

swara

વાસ્તવમાં વંદના કટારિયાના પરિવારજનો સાથે પડોશીઓ દ્વારા જાતિસૂચકગાળો આપવાનો મામલો મીડિયામાં આવ્યો તો સોશિયલ મીડિય પર પણ આ મુદ્દે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. વળી, મિશન આંબેડકર વેરીફાઈડ ટ્વિટર હેન્ડલ્સે આની માહિતી આપીને કહ્યુ કે તેમણે આ અંગે ઓલિમ્પિક કમિટીને એક પત્ર લખ્યો છે. આ પત્રને જ સ્વરા ભાસ્કરે રી-ટ્વિટ કર્યો અને લખ્યુ, 'આપણને આપણા સાથી-નાગરિકો અને ખેલાડીઓની દેખરેખ કરવા માટે ઓલિમ્પિક કમિટીની જરૂર ના હોવી જોઈએ. શરમજનક છે જે કંઈ પણ થયુ. #vandanakataria. આપણે એક બિમાર સમાજ છીએ.'

હવે બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરના ટ્વિટ પર વિવાદ છેડાઈ ગયો છે. ઘણા યુઝર્સે તેના પર જાતિવાદીઓના સમર્થનમાં આવવાનો આરોપ લગાવ્યો. ટ્વિટર પર નિશાન બન્યા બાદ સ્વરા ભાસ્કરે પોતાના પક્ષ રાખીને લખ્યુ કે, 'મને લાગે છે તમે મારા ટ્વિટને સંપૂર્ણપણે ખોટુ સમજી રહ્યા છો. હું બસ એટલુ કહી રહી છુ કે આ રીતે નહોતુ આવવુ જોઈતુ. તમારે કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠનને પહેલા ના લખવુ જોઈએ. આપણી પોતાની સરકારે આ વિચારવુ જોઈએ અને વંદનાને સપોર્ટ કરવો જોઈએ. બસ.'

સૂરજ કુમાર બુદ્ધે સ્વરાને આપ્યો જવાબ

સૂરજ કુમાર બુદ્ધે રિપ્લાય કરીને કહ્યુ, 'ઓલિમ્પિક સ્ટાર વંદના કટારિયા સાથે જાતિગત ભેદભાવ પર ઓલિમ્પિક સમિતિને લખેલા મારા પત્ર બાદ સ્વરા ભાસ્કર પોતાની જાતિની ઉધઈ અને પરિવારજનોના સમર્થનમાં આવી ગઈ છે. કહે છે કે આ આપણે આંતરિક મામલો છે. કેટલા ચાલાક છે આ સવર્ણ ઉદારવાદી! #CrushTheCaste.' વળી, આના જવાબમાં સ્વરા ભાસ્કરે ફરીઠી ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'શાંતિ રાખો મારા દોસ્ત! મારુ ટ્વિટ ફરીથી વાંચો. મે ક્યાંય પણ આંતરિક મામલો શબ્દનો ઉપયોગ કર્યો નથી. કૃપા કરીને મારા ટ્વિટને પોતાના હિસાબે, મારા પર આરોપ લગાવવાની કોશિશ માટે તોડી-મરોડીને ના કરો.'

English summary
swara bhasker tweet on caste discrimination with hockey player Vandana Kataria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X