T-20 World Cup : આ દિવસે ભારત-પાકિસ્તાન દુબઈમાં એકબીજા સાથે ટકરાશે!

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય અને દર્શકો ન જોતા હોય એ શક્ય નથી, ક્રિકેટની દુનિયાનો દરેક વ્યક્તિ બે દેશો વચ્ચે ટક્કર જોવા માટે આતુર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય અને દર્શકો ન જોતા હોય એ શક્ય નથી, ક્રિકેટની દુનિયાનો દરેક વ્યક્તિ બે દેશો વચ્ચે ટક્કર જોવા માટે આતુર છે. જો કે પરસ્પર સંબંધોમાં કડવાશને કારણે બંને વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થતી નથી, પરંતુ આઇસીસી ઇવેન્ટ્સમાં ટકરાતા રહે છે. હવે આઈસીસી ટી 20 વર્લ્ડ કપ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ થશે. આ મેચની તારીખ પણ સામે આવી ગઈ છે, હાઇ વોલ્ટેજ મેચને લઈને ચાહકોમાં ઉત્સાહ છે.

દુબઈમાં ટકરાશે ભારત-પાકિસ્તાન

દુબઈમાં ટકરાશે ભારત-પાકિસ્તાન

બંને દેશો વચ્ચે લીગ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે. આ વર્ષે 17 ઓક્ટોબરથી યુએઈમાં ટી 20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને તમામની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે. બંને દેશોના ક્રિકેટ ચાહકો લાંબા સમય બાદ આ મેચને લઈને ઉત્સાહિત છે. ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ટી 20 વર્લ્ડ કપને યુએઈ અને ઓમાનમાં ખસેડવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી દુબઈ, અબુ ધાબી, શારજાહ અને ઓમાન એમ ચાર સ્થળોએ યોજાશે.

ભારત પાકિસ્તાન કરતા મજબુત દાવેદાર

ભારત પાકિસ્તાન કરતા મજબુત દાવેદાર

આંતરરાષ્ટ્રીય ટી 20 ક્રિકેટમાં ભારત પાકિસ્તાન સામે મજબુત રહ્યું છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે 8 મેચ રમાઈ છે, જેમાં 1 મેચ ટાઈ રહી હતી, ભારતે 6 માં જીત મેળવી હતી, જ્યારે પાકિસ્તાન માત્ર એક જ મેચ જીતી શક્યું હતું. પાકિસ્તાને આ એકમાત્ર મેચ 5 ડિસેમ્બર 2012 ના રોજ 5 વિકેટે જીતી હતી. ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શાનદાર રેકોર્ડ છે. ટી 20 વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે 5 વખત ટક્કર થઈ હતી, જેમાં દરેકમાં ભારતે જીત મેળવી છે.

ભારત છેલ્લી મેચમાં આવી રીતે જીત્યુ હતું

ભારત છેલ્લી મેચમાં આવી રીતે જીત્યુ હતું

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 19 માર્ચ 2016 ના રોજ યોજાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. પાકિસ્તાનના બેટ્સમેનો ઝડપી રન બનાવી શક્યા ન હતા અને મેચ દરમિયાન વરસાદને કારણે પણ ખલેલ પડી હતી. ભારતની સચોટ બોલિંગને કારણે પાકિસ્તાન 18 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર માત્ર 118 રન બનાવી શક્યું હતું. વરસાદને કારણે બે ઓવર ઓછી કરવામાં આવી હતી. જ્યારે ભારતે 15.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી અ6 વિકેટે મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ 37 બોલમાં અણનમ 55 રન ફટકાર્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તેના સિવાય યુવરાજ સિંહે 23 રનનું યોગદાન આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X