
T20 World Cup: BCCI એ ટીમ ઇન્ડિયાની નવી 'બિલિયન ચીયર્સ જર્સી' લોંચ કરી!
નવી દિલ્હી : ભારતીય ટીમના વર્લ્ડ કપ અભિયાન પહેલા BCCI એ બુધવારે નવી જર્સી લોંચ કરી છે. આ નવી કીટને 'બિલિયન ચીયર્સ જર્સી' નામ આપવામાં આવ્યું છે. BCCI એ ટ્વિટ કર્યું અને કહ્યું કે, Billion Cheers Jersey રજૂ કરી રહ્યા છીએ.
આ જર્સી એમપીએલ સ્પોર્ટ્સની વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે. એમપીએલ સ્પોર્ટ્સ ભારતીય ટીમની સત્તાવાર કીટ પાર્ટનર છે. એમપીએલ સ્પોર્ટ્સે જર્સી પર ટ્વિટ કરીને કહ્યું છે કે, તે માત્ર ટીમ જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે. આ માત્ર જર્સી નથી, તે અબજો ચાહકો તરફથી આશીર્વાદ છે. ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા તૈયાર રહો.
એમપીએલ સ્પોર્ટ્સે આગળ લખ્યુ કે, આ જર્સીને ભારતના ટી20 2021 અભિયાનનો એક ભાગ બનાવવામાં આવી રહ્યો છે, જે ટીમ ઇન્ડિયાની વનડે અને ટી20 ની સત્તાવાર જર્સી છે. વિરાટ કોહલી અને તેની ટીમ આવનારા વર્લ્ડ કપમાં આ જર્સી પહેરશે. તે પછીની મેચોમાં પણ આ જ પહેરશે.
આઇકોનિક બ્લુ જર્સીના અગાઉના વર્ઝનની સરખામણીમાં નવી જર્સી ઘાટા વાદળી રંગના શેડ્સમાં છે. BCCI એ નવી જર્સીનું અનાવરણ કરવા માટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલનો સહારો લીધો. કેમેરા માટે કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ પોઝ આપ્યો છે.
ભારત 18 ઓક્ટોબરે દુબઈમાં ઓસ્ટ્રેલિયા સામે અને અને 20 ઓક્ટોબરે અબુ ધાબીમાં ઈંગ્લેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે. ભારત 24 ઓક્ટોબરે સુપર 12 મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેમના ટી 20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે અને પ્રેક્ટિસ મેચના બીજા સેટમાં પોતાની બે મેચ રમશે.