T20 World Cup : જો આવુ થયુ તો ફાઈનલમાં સામસામે આવશે ભારત-પાકિસ્તાન, મોટાભાગે થતુ આવ્યુ છે.

ટી20 વર્લ્ડકપ હવે આખરી સ્ટેજમાં છે. સેમિફાઈનલમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમોએ સફળતાપુર્વ પ્રવેશ કર્યો છે ત્યારે હવે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન સામસામે આવી શકે તેવા સંયોગો સર્જાયા છે.

ટી20 વર્લ્ડકપ હવે આખરી સ્ટેજમાં છે. સેમિફાઈનલમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમોએ સફળતાપુર્વ પ્રવેશ કર્યો છે ત્યારે હવે ફરી એક વખત ભારત અને પાકિસ્તાન સામસામે આવી શકે તેવા સંયોગો સર્જાયા છે. આજે આપણે કેટલાક એવા મુદ્દાઓ પર ચર્ચા કરવાના છીએ, જેના આધારે એમ કહી શકાય કે લગભગ ફાઈનલમાં ભારત પાકિસ્તાન સામસામે ટકરાશે.

ભારત ઈંગ્લેન્ડને હરાવી શકે છે.

ભારત ઈંગ્લેન્ડને હરાવી શકે છે.

2022માં ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટી20 અને વનડે બંને સિરિઝમાં જીત મેળવી હતી. ભારતીય ટીમ ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવી ચુકી છે. ત્યારે હવે ભારત માટે ઈંગ્લેન્ડ હરાવવુ મુશ્કેલ નથી.

ભારતીય ટીમ રણનીતિને સારી રીતે જાણે છે

ભારતીય ટીમ રણનીતિને સારી રીતે જાણે છે

ભારતીય ટીમને રોકવી ઈંગ્લેન્ડ માટે આસાન નહીં હોય, ભારતીય ટીમના રેકોર્ડને જોતા ભારતના જીતવાના પુરા ચાન્સ છે. ભારતને એશિયા કપ કે નિદાહાસ ટ્રોફીમાં પણ કોઈ હરાવી શક્યુ નથી. આ કારણ છે કે ભારતીય ટીમ નંબર વન ફેવરિટ ટીમ છે.

ત્રિકોણીય સિરિઝમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી ચુક્યુ છે

ત્રિકોણીય સિરિઝમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી ચુક્યુ છે

T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે હતી. અહીં તેણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ત્રિકોણીય સિરિઝની ટાઈટલ મેચમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન આમને-સામને હતા. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યુ હતુ. પાકિસ્તાન સેમીફાઈનલમાં પણ ન્યુઝીલેન્ડને હરાવી શકે છે.

પાકિસ્તાન મોકાનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે

પાકિસ્તાન મોકાનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે

2021માં પાકિસ્તાન સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યુ હતું. આ વખતે તે કોઈ કસર છોડશે નહીં. હવે જતા જતા મોકો મળ્યો છે ત્યારે પાકિસ્તાન મરણીયો જંગ ખેલશે અને કોઈ પણ સંજોગોમાં ટાઈટલ જીતવા મેદાનમાં ઉતરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X