For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ હવે સુકાનીપદેથી આરામ લેવો જોઇએઃ ગાવાસ્કર

By Super
|
Google Oneindia Gujarati News

sunil-gavaskar
નવીદિલ્હી, 28 ડિસેમ્બરઃ મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના ત્રણેય રૂપોમાંથી સુકાનીપદેથી આરામ લઇ લેવો જોઇએ અને તેમના સ્થાને વિરાટ કોહલીને આ જવાબદારી સોંપવી જોઇએ. ગાવસ્કરે કહ્યું છે કે જ્યાં સુધી 2015ના વિશ્વકપની વાત છે તો હજુ તેને ઘણો સમય છે પરંતુ મારું માનવું છે કે સુકાનીપદેથી બ્રેક લીધા પછી ધોની વધારે ખીલશે.

હું એમ નથી કહેતો કે શ્રેણીની વચ્ચે આમ કરવું જોઇએ પરંતુ ઓસ્ટ્રેલિયા શ્રેણી પછી અથવા તો 2013 પછીના મહિનાઓમાં આમ કરવું જોઇએ. આ દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે આરામ લેવાથી ધોનીને પોતાની રમત અને નેતૃત્વક્ષમતા પર વિચાર કરવાની તક મળશે. ગાવસ્કરે એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે આ આરામ તે જાતે લઇ શકે છે અથવા તો તેને આપી શકાય છે. તેને પોતાની રમત પર વિચાર કરવા અને સારી રીતે વાપસી કરવા માટે સમય આપવાની જરૂર છે. તે જે રીતે હજુ પણ શાંતચિત બની રહ્યાં છે તેનાથી હું પ્રભાવિત છું પરંતુ થોડા સમય માટે આરામ લેવો એ ખોટું નથી. ભારતનું નેતૃત્વ કરવું એ ઘણું સન્માનિય છે પરંતુ તેનાથી ઘણી અપેક્ષાઓ અને દબાણ પણ જોડાયેલા છે.

ગાવસ્કરે કહ્યું કે યુવા વિરાટ કોહલીને ધોનીના સ્થાને સુકાની બનાવી શકાય છે. હું ખોટો હોઇ શકું છું પરંતુ વિરાટ કોહલી પોતાના નેતૃત્વમાં ટાઇગર પટૌડી જેવો જુસ્સો દર્શાવી શકે છે. જો તેને માલુમ પડે કે તેને લાંબા સમય માટે નિયુક્ત કરવામાં આવ્યો છે તો તે ડાયનામિક છે તથા તેનામાં આક્રમકતા અને કુશળતા છે. મેન તેની દરેક બાબત પસંદ છે પરંતુ કોઇ ઉપલબ્ધિ હાંસલ કર્યા પછી તે એ રીતે ગાળ કાઢે છે તે જરા પણ પસંદ નથી. હું નથી ઇચ્છતો કે તે તેના સિવાય પોતાનામાં કોઇ ફેરફાર કરે.

English summary
Former India skipper Sunil Gavaskar on Thursday has said that it would be ideal for MS Dhoni to take a break from captaincy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X