પાક. સામેની ઇન્ડિયા ટીમ જાહેર, વનડેમાં રમશે યુવરાજ

yuvraj singh
મુંબઇ, 23 ડિસેમ્બર: તમામ અટકળો છતાં મહેન્દ્રસિંહ ધોનીને પાકિસ્તાન સામે રમાનારી વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું સુકાની તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે યુવરાજસિંહને ગયા વર્ષે વર્લ્ડ કપની જીત બાદ પહેલીવાર 15 સભ્યોવાળી વન ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જોકે આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવે એ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વન ડે ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી હતી, માટે પસંદગીકારોએ અંજિક્ય રહાણેને ટીમમાં તક આપવામાં આવી છે. ખરાબ ફોર્મના કારણે ઝહિરખાનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

ઇંગ્લેન્ડની સામે બે ટી-20 મેચોમાં નહી રમનાર વીરેન્દ્ર સહેવાગને પાકિસ્તાનની સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. સહેવાગ ઉપરાંત ટીમમાં ઇશાંત શર્મા, અમિત મિશ્રા અને અશોક ડિંડાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ભુવનેશ્વર કુમાર અને શમી અહમદ પોતાની વન ડે કારકિર્દીની શરૂઆત કરશે.

પાકિસ્તાન સામે ટી-20 મેચ 25 ડિસેમ્બરના રોજ બેંગલુરુ અને 28 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે. વન ડે શ્રેણી 30 ડિસેમ્બરથી ચેન્નાઇમાં શરૂ થશે. બીજી વન ડે મેચ 3 જાન્યુઆરીએ કોલકાતા તથા ત્રીજી અને છેલ્લી મેચ 6 જાન્યુઆરીએ દિલ્હીમાં રમાશે.

એક દિવસીય ટીમ: મહેન્દ્રસિંહ ધોની (કપ્તાન), વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રોહિત શર્મા, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, અંજિક્ય રહાણે, અશોક ડિંડા, ભુવનેશ્વર કુમાર, શમી અહમદ, અમિત મિશ્રા.

ટી-20 ટીમ: મહેન્દ્રસિંહ ધોની (કપ્તાન), ગૌતમ ગંભીર, અંજિક્ય રહાણે, યુવરાજ સિંહ, રોહિત શર્મા, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, અશોક ડિંડા, ભુવનેશ્વર કુમાર, પરવિંદર અવાના, પીયુષ ચાવલા, અંબાતી રાયડુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X