સચિન મારી દૃષ્ટિએ સૌથી મહાન ખેલાડીઃ ક્લાર્ક
ચેન્નાઇ, 14 ફેબ્રુઆરીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સુકાની માઇકલ ક્લાર્કનું કહેવું છે કે મારી દૃષ્ટિએ સચિન તેન્ડુલકર અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. ક્લાર્કે કહ્યું કે અમારી પાસે સચિનને રોકવા માટે ઘણા પ્લાન છે, પરંતુ આ મહાન ખેલાડી અમારી વિરુદ્ધ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. ક્લાર્ક 22 ફેબ્રુઆરીથી થનારી ટેસ્ટ માટે ચેન્નાઇ પહોંચી ગયો છે અને ત્યાં તે આકરો અભ્યાસ કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના ખેલાડી મેથ્યુ હેડને કહ્યું છે કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે નિવૃત્તિ લઇ લીધા પછી ભારતને તેની ખોટ ચોક્કસપણે સાલશે, પરંતુ સચિન હજુ પણ ટીમમાં છે અને તે એકલા જ તફાવત ઉભો કરી શકે છે, જો કે, ગૌતમ ગંભીર ટીમમાં નથી તે ઓસ્ટ્રેલિયા માટે સારી વાત છે.
હરભજન સાથે 'મંકી ગેટ કાંડ'માં સામેલ રહેલા હેડને કહ્યું છે કે, હરભજને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સામેલ કરી ભારતે સમજદારી દર્શાવી છે. નોંધનીય છે કે હરભજન અત્યારસુધી કાંગારુ ટીમ વિરુદ્ધ પોતાની ધરતી પર 12 મેચોમાં 81 વિકેટ લીધી છે. હેડને સચિન અંગે કહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પુનરાગમન કરશે અને પોતાને સાબિત કરશે.












Click it and Unblock the Notifications
