For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિયોન મેસી અને બાર્સેલોના વર્ષો જૂના સંબધનો અંત

આર્જેન્ટિનાના સ્ટ્રાઈકર લિયોનેલ મેસી બાર્સેલોના છોડશે. મેસી અને ક્લબ વચ્ચે નવા કોન્ટ્રાક્ટ થવાના હતા, પરંતુ લા લિગા ક્લબે ગુરુવારના રોજ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટના નવીકરણમાં નાણાકીય અને માળખાકીય મુશ્કેલીઓ સામે આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આર્જેન્ટિનાના સ્ટ્રાઈકર લિયોનેલ મેસી બાર્સેલોના છોડશે. મેસી અને ક્લબ વચ્ચે નવા કોન્ટ્રાક્ટ થવાના હતા, પરંતુ લા લિગા ક્લબે ગુરુવારના રોજ જણાવ્યું કે, કોન્ટ્રાક્ટના નવીકરણમાં નાણાકીય અને માળખાકીય મુશ્કેલીઓ સામે આવી રહી છે.

બાર્કાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એફસી બાર્સેલોના અનેલિયોનલ મેસી વચ્ચે કોન્ટ્રાક્ટ કરવા અને બંને પક્ષો દ્વારા નવા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાના સ્પષ્ટ હેતુ હોવા છતાં, આ નાણાકીય અને માળખાકીય અવરોધો (સ્પેનિશલા લિગા નિયમો)ને કારણે થઈ શકતું નથી. આ પરિસ્થિતિને કારણે મેસી હવે એફસી બાર્સેલોનામાં રહેશે નહીં. બંને પક્ષોને ઉંડો અફસોસ છે કે, ખેલાડી અને ક્લબની ઇચ્છાઓ આખરે પૂરી થશે નહીં.

 lionel messi

એફસી બાર્સિલોના ક્લબ મેસીના યોગદાન માટે ખેલાડીનો હૃદયપૂર્વક આભાર માને છે અને તેમને પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં ભવિષ્ય માટે શુભેચ્છા આપે છે. ઉલ્લેખનીય છે કે, મેસી જૂનના અંતમાં કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ અન્ય ક્લબ સાથે વાટાઘાટો કરવા માટે મુક્ત હતો, પરંતુ બાર્સેલોનાએ હંમેશા એવું કહ્યું છે, તે ક્લબ સાથે રહેવા માંગે છે. મેસી જૂનના અંતમાં કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ અન્ય ક્લબ સાથે કોન્ટ્રાક્ટ કરવા માટે મુક્ત હતો, પરંતુ બાર્સેલોનાએ હંમેશા કહ્યું છે કે તે ક્લબ સાથે રહેવા માંગે છે.

મેસીએ ઓગસ્ટ 2020 માં બાર્સેલોના છોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્લબે તેને રહેવા માટે મનાવી લીધો હતો. મેસી 13 વર્ષની ઉંમરે બાર્કામાં જોડાયો હતો. તે ક્લબનો ઓલ-ટાઇમ ટોપ સ્કોરર અને રેકોર્ડર છે. મેસીએ કુલ 778 મેચમાં 672 ગોલ કર્યા છે.

મેસી એક ખૂબ જ મોંઘો ખેલાડી છે અને માત્ર અમુક ક્લબ જ તેને ખરીદી શકશે. રમતમાં અત્યાર સુધી જોયેલા મહાન ખેલાડીઓમાંથી એક કેટલીક ક્લબમાં જોડાઇ શકે છે. માન્ચેસ્ટર યુનાઇટેડ સામાન્ય રીતે પ્રીમિયર લીગ ક્લબમાં સૌથી વધુ આર્થિક મજબુતી ધરાવે છે અને જો લિયોનેલ મેસી આગામી સિઝનમાં ઇંગ્લેન્ડ માટે રમે તો કોઈને આશ્ચર્ય થશે નહીં. ફૂટબોલની સૌથી મોટી બ્રાન્ડ પૈકીની એક, માન્ચેસ્ટર યુનાઇટેડ કોઈપણ ખેલાડીને ખરીદવા માટે સક્ષમ છે.

મેસી 34 વર્ષના હોવા છતાં તેમનો પગાર સસ્તો નહીં હોય. માન્ચેસ્ટર યુનાઇટેડે સાંચો અને વારાને સાઇન કર્યા છે. માન્ચેસ્ટર યુનાઇટેડ સાંચો અને વરાનેની પસંદગી કર્યા બાદ, મેસીને ખરીદવાનો નિર્ણય કરી શકે છે.

English summary
Argentina striker Lionel Messi will leave Barcelona. New contracts were to be signed between Messi and the club, but the La Liga club said on Thursday that it was facing financial and structural difficulties in renewing the contract.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X