IPL 2023 : છવાઈ જવા માટે તૈયાર છે આ ખેલાડીઓ સાથે સાથે તેની ખૂબસૂરત પત્નીઓ

નવી દિલ્હી : આઈપીએલ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલમાં ખેલાડીઓ અને ખેલ સાથે સાથે ગ્લેમરસનો પણ તડકો લાગતો રહે છે. બોલિવૂડની હસીનાઓથી લઈને ખેલાડીઓની ગર્લફ્રેન્ડ અને પત્નીઓ મેદાનમાં છવાયેલી રહે છે. આ આઈપીએલમાં પણ ઘણા ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ મેદાનમાં છવાઈ જવા માટે તૈયાર છે.

ધનશ્રી વર્મા
ધનશ્રી વર્મા ભારતીય સ્પીનર યુજવેન્દ્ર ચહલની પત્ની છે. ચહલ અને ધનશ્રી સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. બન્નેની મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે હવે આ આઈપીએલમાં પણ ધનશ્રીના ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થશે તે નક્કી છે. ધનશ્રી મેદાન આવીને તેના ગ્લેમર અંદાજને કારણે છવાઈ જાય છે.

રિતિકા સજદેહ
સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે સાથે તેની પત્ની રિતિકા પણ ચર્ચામાં રહે છે. રિતિકા આઈપીએલ મેચો દરમિયાન ઘણી વખત મેદાન પર જોવા મળી છે. રિતિકાની એન્ટ્રીથી મેદાન પર ફેન્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. તો આ વખતે પણ રોહિતને ચીયર્સ કરવા રિતિકા મેદાન પર ચોક્કસ આવશે.

નતાશા સ્ટેનકોવિક
ગઈ આઈપીએલમાં ટાઈટલ જીતનારી ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની વાઈફ નતાશા સ્ટેનકોવિક તેની બોલ્ડનેસ અને ખૂબસૂરતી માટે જાણીતી છે. નતાશા સ્ટેનકોવિક ઘણી વખત હાર્દિક પંડ્યાને ચીયર્સ કરવા માટે મેદાન પર આવે છે. આ વખતે પણ નતાશા સ્ટેનકોવિક મેદાન પર ચોક્કસ ગ્લેમરનો તડકો મારશે.

અનુષ્કા શર્મા
વિરાટ કોહલીની બેટિંગ સાથે સાથે ફેન્સ તેની વાઈફ અનુષ્કા શર્માની ખૂબસૂરતીના દિવાના છે. વિરાટ અને અનુષ્કાની જોડી ક્રિકેટની દુનિયાની સૌથી લોકપ્રિય જોડી છે. આઈપીએલ મેચો દરમિયાન અનુષ્કા સ્ટેડિયમમાં પહોંચીને કોહલીને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.

સંજના ગણેશન
જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન ક્રિકેટના મેદાન પર જોવા મળચો જાણીતો ચહેરો છે. સંજના ગણેશન સ્પોર્ટ્સ એન્કર હોવાથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે આ વખતે જસપ્રીત બુમરાહ મેદાન પર નહીં જોવા મળે પરંતુ સંજના ચોક્કસ જોવા મળશે.












Click it and Unblock the Notifications
