For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'72 કલાકમાં જવાબ આપો, નહી તો....' યૌન શોષણના આરોપ પર રમત મંત્રાલયે માંગી કુશ્તી સંઘ પાસે જવાબ

દિલ્હીના જંતર મતર પર ભારતીય કુશ્તી ફડરેશન સામે સુશ્તીબાજો ધરણા પર બેઠા છે. યુવતીઓનુ શોષણ કરવામાં આવતુ હોવાનો આરોપ લગવામાં આવી રહ્યો છે

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં જંતર મંતર પર દેશના પદક વિજેતા પહેલવાન રેસલિંગ ઓફ ઇન્ડિયા સામે પોતાના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટોક્યો ઓલંપિક કાસ્ય પદક વિજેતા બજરંગ પૂનિયા અને વિશ્વ ચૈમ્પિયનશીપ પદક વિજેતા વિનેશ ફોગટ સહિત ઘણા પહેલાવાનોએ ભારતીય રેસલિગ ફેડરેશનના અધ્યક્ષ બૃદભૂષમ શરણ સિંહ પર ખેલાડીઓનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ ખેલાડીઓના આરોપોને ગંભીરતાથી લેતા રમત ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી મહાસંઘ પાસેથી 72 કલાકમાં જવાબ આપવા કહ્યુ જવાબ આપવામાં નિષ્ફળ રહે તો કાર્યવાહી કરવામાં આવશે.

WRESTLING

પહલવાનો અને કુશ્તી સઘ વચ્ચે વિવાદમાં કેન્દ્ર સરકાર પણ હસ્તક્ષેપ કર્યો છે. ઓલંપિક વિનેશ ફોગટે આરોપ લગાવ્યો છે કે, ફેડરેશન તરફથી ખેલાડીઓનું શોષણ કર્યુ છે. કુશ્તી અધ્યક્ષે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યુ છે. કોઇ પણ ખેલાડીને કઇ થાય તો તેની જવાબદારી કુશ્તી સંઘના અધ્યક્ષની અે ફેડરેશનની હશે. તો બંજરંગ પુનિયાએ માંગ કરતા કહ્યુ છે કે, અમે ઇચ્છીએ છીએ કે, ફેડરેશનમાં બદલાવ થાય. ભારતીય કુશ્તી મહાસઁઘ દ્વારા પહેલવાનને હેરાન કરવામાં આવી રહ્યા છે. જે લોકો WFI નો ભાગ છે. તેમને રમત વિશે કંઇજ નથી ખબર.

આ સમગ્ર મામલે રમતગમત વિભાગે બહાર પાડેલા નિવેનદમાં કહ્યુ છે કે, જો પહેલવાનો દ્વારા લગવામા આવેલા આરોપો સાચા સાબિત થશે તો ભારતીય કુશ્તી મહાસંઘ આગામી 72 કલામાં જવાબ દેવામા નિષ્ફળ રહેશે તો મંત્રાલય ફેડરેશન સામે કડક કાર્યવહી કરશે. રમત મંત્રાલયએ બુધવારે યૌન શોષણનું સંજ્ઞાન લીધુ અને કુશ્તી સંઘ પાસે 72 કલાકમાં આરોપોનો જવાબ આપવા કહ્યુ છે. નહિ તો મંત્રાલય રાષ્ટ્રીય ખેલ વિકાસ સંહિતા 2011 અંતર્ગત મહાસંઘ સામે કાર્યવાહી કરશે.

English summary
The sports ministry sought a reply from the wrestling association
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X