For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022માં આ ભારતીય બોલરે સૌથી વધુ વિકેટ લીધી, આ છે ટોપ 5 ખેલાડી

2022નું વર્ષ બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલના નામે રહ્યું છે. ભારતીય બોલર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે 32 ઇનિંગ્સમાં 44 વિકેટ લીધી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ક્રિકેટના મેદાન પર ભારત માટે 2022નું વર્ષ સારૂ નથી રહ્યું. ટી20 વર્લ્ડકપમાં ખરાબ રીતે હારને લઈને સતત વિવાદો ચાલતા રહ્યા છે. આ વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપ અને સ્ટાર ખેલાડીઓના પ્રદેશન પર પણ ઘણા સવાલો ઉઠ્યા છે. જો કે આ બધી ઘટનાઓ વચ્ચે ભારતીય બોલરોએ ઘણુ સારૂ પ્રદર્શન કર્યુ છે. આજે આપણે ભારતના 2022ના ટોપ 5 બોલર વિશે વાત કરવાના છીએ.

યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલ

2022નું વર્ષ બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલના નામે રહ્યું છે. ભારતીય બોલર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે આ વર્ષે 32 ઇનિંગ્સમાં 44 વિકેટ લીધી છે. ખાસ વાત એ છે કે યુઝવેન્દ્ર ચહલે આ તમામ વિકેટ માત્ર વનડે અને ટી-20માં જ લીધી છે.

અક્ષર પટેલ

અક્ષર પટેલ

અક્ષર પટેલ પણ સફળ બોલરોની યાદીમાં સામેલ છે. આ વર્ષે ભારત માટે અક્ષર પટેલ બીજો સૌથી સફળ બોલર રહ્યો છે. અક્ષર પટેલે 35 ઇનિંગ્સમાં કુલ 42 વિકેટ લીધી છે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ માટે 2022નું વર્ષ યાદગાર રહેશે. તે આ વર્ષે ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. મોહમ્મદ સિરાજે વર્ષ 2022માં 27 ઇનિંગ્સમાં 41 વિકેટ ઝડપી છે.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનો મહત્વનો બોલર છે. આ લિસ્ટમાં તે ચૌથા નંબરે છે અને બુમરાહે આ વર્ષે 20 ઇનિંગ્સમાં 39 વિકેટ લીધી છે. તેની ધારદાર બોલરોથી તે બેટ્સમેનની મુશ્કેલી વધારે છે.

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર

ભારતીય ટીમના અનુભવી બોલરોમાંથી એક ભુવનેશ્વર કુમાર આ વર્ષે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં પાંચમા નંબરે છે. ભુવનેશ્વર કુમારે 2022માં 33 ઇનિંગ્સમાં કુલ 37 વિકેટ ઝડપી છે.

English summary
This Indian bowler took most wickets in 2022, this is the top 5 player
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X