For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: અદિતિ અશોકે ગોલ્ફ મેદાનમાં રચ્યો ઈતિહાસ, દેશની વધુ એક દીકરીએ છોડી અમીટ છાપ

અદિતિ અશોક ભારતીય રમતગમતના ઈતિહાસમાં ગોલ્ફમાં બેસ્ટ પ્રદર્શન કરનાર ઓલિમ્પિયન બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ અદિતિ અશોક ભારતીય રમતગમતના ઈતિહાસમાં ગોલ્ફમાં બેસ્ટ પ્રદર્શન કરનાર ઓલિમ્પિયન બની ગઈ છે. ઓલિમ્પિક 2020માં જે કોઈ પણ દેશવાસીએ નહોતુ વિચાર્યુ, અદિતિ અશોકે તેને સંભવ બનાવવાની નજીક પહોંચી ગઈ હતી. મહિલા વ્યક્તિગત સ્ટ્રોક પ્લેમાં શરૂઆતના ત્રણ રાઉન્ડમાં ટૉપ-3માં રહેલી અદિતિએ ફાઈનલ રાઉન્ડમાં માત્ર એક શૉટથી ઐતિહાસિક ગોલ્ફ મેડલથી ચૂકી ગઈ છે. આ ભારતની ઝોળીમાં પહેલો ઓલિમ્પિક મેડલ હોત. અદિતિએ ચારે રાઉન્ડમાં શ્રેષ્ઠ રમતનુ પ્રદર્શન કર્યુ અને તે 269 પોઈન્ટ પર ફિનિશ થઈ. બ્રૉન્ઝ મેડલ જીતનારી ન્યૂઝીલેન્જની લાડિયા અને અદિતિ વચ્ચે માત્ર એક પોઈન્ટનો ફરક હતો.

પોતાના બીજા ઓલિમ્પિકમાં અદિતિએ છોડી અમીટ છાપ

પોતાના બીજા ઓલિમ્પિકમાં અદિતિએ છોડી અમીટ છાપ

અદિતિ ટોક્યો 2020 અભિયાન તેનુ બીજુ ઓલિમ્પિક હતુ અને દરેક રીતે ઐતિહાસિક હતુ. તેણે રિયોમાં 41મુ સ્થાન મેળવ્યુ અને હવે ટોક્યોમાં પહેલા ત્રણ રાઉન્ડ માટે પહેલા ત્રણમાં પણ રહી જેને પહેલા કોઈ અન્ય ભારતીય ગોલ્ફરે મેળવ્યુ નથી. વિશ્વ નંબર 1 અને એલપીજીએ ચેમ્પિયનશિપ વિજેતા નેલી કોર્ડાએ પોતાની શાનદાર કરિયરમાં ઓલિમ્પિક સુવર્ણ પદક જોડ્યો. જો અદિતિ મેડલ જીતીને આવતી તો આ આખા દેશ માટે સુખદ સરપ્રાઈઝ સાબિત થાત. હાલમાં અદિતિ ચર્ચામાં છવાયેલી છે. નિશ્ચિત રીતે તે ભારતીય ગોલ્ફમાં મોટો મીલનો પત્થર છે.

રાષ્ટ્રપતિએ પણ આપ્યા અભિનંદન

રાષ્ટ્રપતિએ પણ આપ્યા અભિનંદન

વિશ્વની 200 નંબરની ખેલાડી અદિતિએ સંયુક્ત રાજ્ય અમેરિકાની વિશ્વ નંબર 1 નેલી કોર્ડા અને વિશ્વની પૂર્વ નંબર 1 અને ન્યૂઝીલેન્ડની રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા લિડિયાને પૂરી ટક્કર આપી અને પોતાના પુટ અને શૉર્ટ પ્લે સ્કિલથી પ્રભાવિત કર્યા. અદિતિને આ પ્રદર્શન પર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિનંદન આપ્યા અને કહ્યુ કે દેશની વધુ એક દીકરીએ પોતાની અમીટ છાપ છોડી છે. તેમણે કહ્યુ કે અદિતિએ આજે ઐતિહાસિક પ્રદર્શનથી ભારતીય ગોલ્ફને નવી ઉંચાઈ આપી છે. તમે બહુ શાંત અને સ્થિર રહીને રમ્યા. આટલા શાનદાર પ્રદર્શન અને કૌશલ માટે અભિનંદન.

રિયોમાં સૌથી નાની ઉંમરનો ઈતિહાસ રચી ચૂકી છે

રિયોમાં સૌથી નાની ઉંમરનો ઈતિહાસ રચી ચૂકી છે

બેંગલુરુની 23 વર્ષીય અદિતિ અશોકે રમતગમતમાં શામેલ થનાર સૌથી નાની ઉંમરની ગોલ્ફર(પુરુષ કે મહિલા) બનીને રિયો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી દીધો છે. રિયોમાં 41માં સ્થાને રહ્યા બાદ અદિતિએ વાપસી કરી અને ટોક્યોમાં પોતાની મા માહેશ્વરી સાથે પોતાની કેડીના રૂપમાં સતત પ્રદર્શન સાથે મેદાનને ચોંકાવી દીધુ. અદિતિ અશોકે 18 હોલ સાથે પહેલો પ્રયાસ છ વર્ષની ઉંમરે બેંગલોક ગોલ્ફ ક્લબમાં કર્યો હતો.

છોકરીઓને સરળતાથી હરાવી દેતી હતી, છોકરાઓ સાથે રમવાનુ શરૂ કર્યુ

છોકરીઓને સરળતાથી હરાવી દેતી હતી, છોકરાઓ સાથે રમવાનુ શરૂ કર્યુ

એક વર્ષની અંદર તે જૂનિયર ટૂર્નામેન્ટ રમી રહી હતી અને છોકરાઓ સાથે પ્રતિસ્પર્ધાનો આનંદ લઈ રહી હતી. 11-12 વર્ષની ઉંમર સુધી અદિતિ છોકરાઓ સાથે રમતી હતી કારણકે તે છોકરીઓને ટૂર્નામેન્ટમાં સાત અને આઠ શૉટથી જીતી લેતી હતી. તે 2016માં પ્રો બની ગઈ અને લલ્લા આઈચા સ્કૂલના માધ્યમથી લેડીઝ યુરોપિયન ટૂર(એલઈટી) પર એક ફૂલ કાર્ડ મેળવ્યુ. અદિતિ ભારતમાં ત્યારે એક ઘરેલુ નામ બની ગઈ જ્યારે તે રિયો ડી જનેરિયોમાં ઓલિમ્પિક રમતોમાં પ્રતિસ્પર્ધા કરનારી પહેલી ભારતીય છોકરી બની ગઈ. જ્યારે તેણે 60 ગોલ્ફરોમાંથી 41માં સ્થાને રહીને પહેલા બે રાઉન્ડમાં પહેલા 10માં જગ્યા બનાવી.

English summary
Tokyo 2020: Aditi Ashok created history in golf, President congratule her to let a mark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X