For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: જ્યારે 12 વર્ષની મીરાબાઈ ચાનૂની તાકાતથી ભાઈ પણ ચોંકી ગયો હતો...

આજે મીરાબાઈ પર સમગ્ર ભારતવાસીઓને ગર્વ છે. જો કે મીરાબાઈની અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ભારતની મહિલા વેઈટલેફિ્ટર સેકોઈ મીરબાઈ ચાનૂએ ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ મેળવીને ટોક્યોમાં તિરંગો લહેરાવી દીધો છે. મીરાબાઈએ ઓલમ્પિકના બીજા દિવસે સિલ્વર મેડલ જીતીને ભારત માટે વેઈટલિફટિંગમાં સિલ્વર જીતનાર પહેલી મહિલા બની ગઈ છે. ઓલિમ્પિક 2020માં આ ભારતનો પહેલો મેડલ છે. આજે મીરાબાઈ પર સમગ્ર ભારતવાસીઓને ગર્વ છે. જો કે મીરાબાઈની અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી.

મીરાબાઈ ચાનૂની તાકાત જોઈને ભાઈ પણ ચોંકી ગયો હતો

મીરાબાઈ ચાનૂની તાકાત જોઈને ભાઈ પણ ચોંકી ગયો હતો

8 ઓગસ્ટ, 1994માં નોંગપોક કાકચિંગ, ઈમ્ફાલ, મણિપુરમાં એક મૈતેઈ પરિવારમાં મીરાબાઈ ચાનૂનો જન્મ થયો. મીરાબાઈની તાકાતને તેના પરિવારે પહેલેથી જ જોઈ લીધી હતી. જ્યારે જંગલમાંથી લાકડા કાપીને ઘરે લઈ જતી ત્યારે મીરાબાઈનો જ વધુ ફાળો રહેતો. ત્યારે તેના બાઈ સેખોમ સનાતોંબા મેઈતી પણ ચોંકી ગયો હતો. લાકડાનો જે મોટો ભારો સનાતોંબા નહોતો ઉઠાવી શકતો તે મીરાબાઈ ઉઠાવીને ઘરે લઈ જતી હતી. ત્યારે મીરાબાઈની ઉંમર 12 વર્ષની હતી અને આટલી નાની ઉંમરમાં આટલી બધી તાકાત જોઈને પરિવાર ચોંકી ગયો હતો.
મા દુકાન ચલાવતી હતી

મીરાબાઈનુ બાળપણ ખૂબ મુશ્કેલીઓમાં પસાર થયુ

મીરાબાઈનુ બાળપણ ખૂબ મુશ્કેલીઓમાં પસાર થયુ

મીરાબાઈનુ બાળપણ ખૂબ મુશ્કેલીઓમાં પસાર થયુ. તેમના ઘરમાં આર્થિક તંગી રહેતી. તેની મા એક નાની દુકાન ચલાવતી હતી જ્યારે પિતા નાનુ મોટુ કામ કરીને ઘરનુ ગુજરાન ચલાવતા હતા. એટલુ જ નહિ મીરાબાઈ માટે ટ્રેનિંગ કરવી પણ સરળ નહોતી રહી કારણકે તેમના ઘર પાસે કોઈ ટ્રેનિંગ સેન્ટર નહોતુ. ટ્રેનિંગ માટે તેને રોજ 60 કિમીની સફર કરવી પડતી હતી. 2018માં થયેલ કૉમનવેલ્થ ગેમ્સમાં જ્યારે મીરાબાઈએ ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે આ ઉપલબ્ધિ માટે તેને મણિપુરના મુખ્યમંત્રી તરફથી 20 લાખ રૂપિયાનુ ઈનામ પણ આપવામાં આવ્યુ હતુ.

મીરાબાઈ ચાનૂએ મેળવી સફળતા

મીરાબાઈ ચાનૂએ મેળવી સફળતા

મીરાબાઈએ 2014માં ગ્લાસ્ગો કૉમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા શ્રેણીાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈ ચાનૂએ 2017ના વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યુ. અનાહેમમાં થયેલ આ ચેમ્પિયનશિપમાં મીરાબાઈએ કુલ 194માં સ્નેચમાં 85 અને ક્લીન એન્ડ જર્કમાં 107 કિગ્રા વજન ઉઠાવ્યુ હતુ કે જે એક રેકૉર્ડ હતો. ત્યારબાદ 2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીતીને પોતાની શક્તિ સાબિત કરી. તમને જણાવી દઈએ કે મીરાબાઈ 2021 માટે ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરનાર એકમાત્ર ભારતીય વેઈટલિફ્ટર છે. તેણે એશિયન ચેમ્પિયનશિપમાં 49 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય જીતીને ટોક્યોની ટિકિટ મેળવી હતી. 26 વર્ષની મીરાબાઈએ સ્નેચમાં 86 કિગ્રાનુ વજન ઉઠાવ્યા બાદ ક્લીન એન્ડ જર્કમાં વિશ્વ રેકૉર્ડ બનાવીને 119 કિગ્રાનુ વજન ઉઠાવ્યુ હતુ.

English summary
Tokyo 2020: When 12 year old Mirabai Chanu's brother was shocked by her strength ...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X