For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકીની જીતથી શરૂઆત, ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યુ

દુનિયાની નંબર ચાર ભારતીય પુરુષ હૉકી ટીમે ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે જીતથી કરી.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ દુનિયાની નંબર ચાર ભારતીય પુરુષ હૉકી ટીમે ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે જીતથી કરી. કઠોર મુકાબલામાં હૉકી ઈન્ડિયાએ કીવી ટીમને 3-2થી મ્હાત આપી દીધી. ભારતીય ટીમ મુશ્કેલ પૂલ એ માં છે. ભારતની શરૂઆત બહુ ખાન ન રહી કારણકે ન્યૂઝીલેન્ડે પેનલ્ટી કૉર્નર પહેલા ગોલ કરીને ફર્સ્ટ ક્વૉર્ટરમાં લીડ લઈ લીધી પરંતુ ભારતીય ટીમે વાપસી કરી અને રુપિંદરે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ મારીને 1-1થી બરાબરી કરી દીધી.

hockey

બીજા ક્વાર્ટર પહેલા સુધી ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ 1-1થી બરાબરી પર હતી. ત્યારબાદ પણ ભારતીય ટીમને પેનલ્ટી પર વધુ એક ગોલ કરવાનો મોકો મળ્યો જ્યારે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કૉર્નરનેગોલમાં ફેરવીને ભારતને પહેલા હાફ સુધી 2-1થી લીડ અપાવી દીધી. બીજી હાફમાં ઉતર્યા બાદ ભારતને વધુ એક પેનલ્ટી કૉર્નર મળ્યો. આ ભારત માટે મેચમાં ચોથો પેનલ્ટી કૉર્નર હતો. આ સાથે જ હરમનપ્રીતે વધુ એક ગોલ કરીને ન્યૂઝીલેન્ડને 2 ગોલ પાછળ છોડી દીધુ. ભારતનો આ મેચમાં પેનલ્ટી કનવર્ઝન રેટ ખૂબ જ શાનદાર રહ્યો.

હરમનને થોડી વાર પછી હેટ્રીકનો મોકો મળ્યો પરંતુ તે સફળ ન થઈ શક્યા. ત્યારબાદ આ મેચનો પહેલો ફીલ્ડ ગોલ કરીને કીવી ટીમે વાપસી કરવામાં સફળતા મેળવી. આ ગોલ ત્રીજા ક્વાર્ટરથી 2 મિનિટ પહેલા થયો. મેચની અંતિમ ક્ષણોમાં મનપ્રીતે કંઈક સારો પ્રયત્ન કર્યો પરંતુ ગોલમાં ફેરવી શક્યા નહિ. ન્યૂઝીલેન્ડે અંતિમ ક્ષણોમાં પેનલ્ટી લીધી પપંતુ ભારતીય ગોલકીપરે સુંદર બચાવ કર્યો. ન્યૂઝીલેન્ડે જો કે વધુ એક પેનલ્ટી પર દાવો કર્યો.

આ કીવી ટીમ માટે પેનલ્ટી કૉર્નર નંબર 9 હતો. આના પર પણ ભારતે બચાવ કર્યો. આ સાથે જ ટોક્યો 2020માં ભારતની જીત સાથે શરૂઆત થઈ. હવે ભારતે કાલે ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો કરવાનો છે. ભારતની ઓલિમ્પિકમાં મુશ્કેલ પૂલ મળ્યુ છે. કાલનો મુકાબલો વધુ પડકારરૂપ છે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયાએ પણ અન્ય એક મેચમાં મેજબાન જાપાનને 5-3થી મ્હાત આપી દીધી.

English summary
Tokyo Olympics 2020: Indian men's Hockey beats Newzealand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X