For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 : સાઇના નેહવાલે ન આપી શુભેચ્છા, સિંધુ એ કહ્યું- અમે વધુ વાત નથી કરતા

પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો અને ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. પીવી સિદ્ધિ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.

|
Google Oneindia Gujarati News

Tokyo Olympics 2020 : પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો અને ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. પીવી સિદ્ધિ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. પીવી સિંધુ રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ અને આ ટોક્યો ઓલિમ્પિક 2020માં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સાથે સિંધુએ તેની પહેલાના તમામ ભારતીય બેડમિન્ટન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

pv sindhu

ગોપીચંદે સંદેશ મોકલ્યો હતો

ગોપીચંદે સંદેશ મોકલ્યો હતો

સિંધુની આ જીતમાં તેના પૂર્વ કોચ અને અનુભવી બેડમિન્ટન ખેલાડી પુલેલા ગોપીચંદનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. જો કે, બંને થોડા વર્ષો પહેલા અલગ કામકરવા માટે સંમત થયા હતા. એવું માનવામાં આવતું હતું કે, ગોપીચંદ અને સિંધુ વચ્ચે કોઈ વાતને લઈને ઘર્ષણ થયું હશે, જેના કારણે આ બે દિગ્ગજોએ અલગ કામકરવાનું નક્કી કર્યું છે.

આમ છતાં હૈદરાબાદમાં જન્મેલી બેડમિન્ટન ખેલાડી સિંધુએ જ્યારે ટોક્યો ઓલિમ્પિક 2020માં ચીનના બિંગજિયાઓને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો, ત્યારે તેનેઅભિનંદન આપનારા પ્રથમ લોકોમાં ગોપીચંદ પણ હતા.

સાઇના નેહવાલનો મેસેજ નથી આવ્યો - સિંધુ

સાઇના નેહવાલનો મેસેજ નથી આવ્યો - સિંધુ

પીવી સિંધુની આ સિદ્ધિને ભારતીય બેડમિન્ટન ઇતિહાસમાં મોટી ઉજવણીની બાબત માનવામાં આવે છે, પરંતુ જ્યારે સિંધુને પૂછવામાં આવ્યું કે, શું તેની સિનિયરસાઇના નેહવાલે તેને અભિનંદન આપ્યા છે. ત્યારે સિંધુએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેને સાઈના નેહવાલ તરફથી કોઈ પણ પ્રકારનો અભિનંદન સંદેશ મળ્યો નથી.

પીવી સિંધુ એ જણાવ્યું કે, ગોપીચંદ સાહેબે મને અભિનંદન આપ્યા છે, મેં હજૂ સુધી સોશિયલ મીડિયા જોયું નથી. હું ધીરે ધીરે દરેકને જવાબ આપી રહી છું. ગોપી સરેમને મેસેજ કર્યો છે, સાઇના નેહવાલનો કોઇ મેસેજ આવ્યો નથી. કારણ કે અમે લોકો વધુ વાતો કરતા નથી.

સાઇના નેહવાલની કારકિર્દી તળીયે

સાઇના નેહવાલની કારકિર્દી તળીયે

હાલ પીવી સિંધુ પોતાની કારકિર્દીની નવી ઉંચાઈઓને સ્પર્શી રહી છે, ત્યારે સાઈના નેહવાલની કારકિર્દીમાં 2019 બાદથી નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. સાઇના નેહવાલટોક્યો ઓલિમ્પિક 2020માં ક્વોલિફાઈ પણ કરી શકી ન હતી. સાઇ નેહવાલે ટોક્યો ઓલિમ્પિક 2020 માટેની સાયકલ દરમિયાન 17 ટુર્નામેન્ટ રમી હતી, જેમાં 28 મેચરમાઈ હતી અને તે માત્ર 11 જ મેચ જીતી શકી હતી, તેની જીતનો રેસિયો 39.3 ટકા હતો.

English summary
PV Sindhu has made history and has won two Olympic medals. PV Siddhi has become the first Indian woman athlete to win two consecutive Olympic medals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X