For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo Olympics 2020 : શૂટિંગ અને તીરંદાજીના કોચ હવે ભારતીય કુસ્તી ટીમને મદદ કરશે

ભારતીય તીરંદાજી અને શૂટિંગ ટીમના બે ફિઝિયોથેરાપિસ્ટ હવે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય કુસ્તી ટીમમાં જોડાશે. તીરંદાજી અને શૂટિંગમાં ભારતનું પ્રદર્શન બહુ ખાસ રહ્યું ન હતું, પરંતુ કુસ્તીમાં હજૂ પણ દેશને મેડલની આશા છે.

By Hardev Rathod
|
Google Oneindia Gujarati News

Tokyo Olympics 2020 : ભારતીય તીરંદાજી અને શૂટિંગ ટીમના બે ફિઝિયોથેરાપિસ્ટ હવે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય કુસ્તી ટીમમાં જોડાશે. તીરંદાજી અને શૂટિંગમાં ભારતનું પ્રદર્શન બહુ ખાસ રહ્યું ન હતું, પરંતુ કુસ્તીમાં હજૂ પણ દેશને મેડલની આશા છે. જે કારણે તીરંદાજી અને શૂટિંગ કોચ બંને કુસ્તી ટીમ સાથે ટોક્યોમાં જ રહેશે. કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગત સપ્તાહે નારાજગી વ્યક્ત કરી હતી કે, તેમના સમગ્ર યુરોપ પ્રવાસ દરમિયાન તેમની સાથે આવેલી ફિઝિયો પૂર્ણિમાને ઓલિમ્પિક માટે માન્યતા આપવામાં આવી નથી.

tokyo olympics

આ મુદ્દે ચર્ચાએ ઘણું જોર પકડ્યું હતું, જ્યારે માત્ર એક ફિઝિયોથેરાપિસ્ટ બ્રિજેશ કુમાર કુસ્તી ટીમ સાથે ટોક્યો પહોંચ્યા હતા. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે, વિનેશ ફોગાટે ઝીણા સમરનું નામ સૂચવ્યું હતું જે ભારતીય શૂટિંગ ટીમ સાથે ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ ફિઝિયો છે. ચિન્મય શ્રીરંગ જે ભારતીય તીરંદાજી ટીમના ફિઝિયો છે, તે પણ હવે કુસ્તી ટીમને પોતાની સેવાઓ આપશે. મળતી માહિતી મુજબ ભીડેનું નામ બજરંગ પુનિયાએ સૂચવ્યું હતું.

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક સૂત્રએ જણાવ્યું હતું કે, પુરુષોની કુસ્તી ટીમ સાથે રશિયામાં રહેલા ફિઝિયો બ્રિજેશ કુમાર ટીમમાં જોડાયા છે. આ સિવાય અન્ય બે ફિઝિયો પણ ટીમમાં જોડાશે. કારણ કે, અન્ય ઇવેન્ટમાં હવે તેમની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, બજરંગ, રવિ દહિયા અને દીપક પુનિયા શુક્રવારના રોજ ટોક્યો પહોંચ્યા છે. ત્રણેય કુસ્તીબાજોએ શનિવારના રોજ તેમની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ ત્રણેયના વિદેશી કોચ હજૂ સુધી આવ્યા નથી, એવું માનવામાં આવે છે કે તેમને સોમવારના રોજ ટોક્યો પહોંચશે. કાર્યક્રમ મુજબ સોનમ મલિક 3 ઓગસ્ટથી ભારતીય કુસ્તી અભિયાન શરૂ કરશે.

ટોક્યોમાં ભારતના કુલ 7 કુસ્તીબાજ મેડલ માટે લડશે. રવિ, દીપક અને અંશુ 4 ઓગસ્ટના રોજ અને વિનેશ ફોગાટની મેચ 5 ઓગસ્ટના રોજ શરૂ થશે, જ્યારે બ્રિજેશ અને સીમા બિસ્લાની મેચ 6 ઓગસ્ટે છે. કુસ્તી મેચો 1થી 7 ઓગસ્ટ દરમિયાન યોજાશે.

English summary
Indian archery and two physiotherapists from the shooting team will now join the Indian wrestling team at the Tokyo Olympics. India's performance in Archery and shooting was not very special, but the country is still hoping for a medal from wrestling, so both Archery and shooting coach will remain in Tokyo with the wrestling team. Wrestler Vinesh Phogat last week expressed displeasure that her physio Poornima, who accompanied her on her entire Europe tour, was not recognized for the Olympics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X