Tokyo Olympics: ભારતને ચૌથો મેડલ નિશ્ચિત, ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં રવિ કુમારની સેમી ફાઈનલમાં જીત

ભારતના રવિ કુમાર દહિયાએ ઓલિમ્પિકમાં પુરૂષોની 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં પ્રથમ સેમિફાઇનલ મેચમાં કઝાકિસ્તાનના સાનાયેવ નુરીસ્લમને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.

ભારતના રવિ કુમાર દહિયાએ ઓલિમ્પિકમાં પુરૂષોની 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં પ્રથમ સેમિફાઇનલ મેચમાં કઝાકિસ્તાનના સાનાયેવ નુરીસ્લમને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે ભારતના ચોથા મેડલ માટે ફાઈનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે કઝાખસ્તાની પહેલવાનને પછાડી ભારતનો સિલ્વર અથવા ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો છે.

Tokyo Olympics

ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પહેલવાનને પગ પકડવાની સ્વતંત્રતા છે અને આ જ વસ્તુ તેને ગ્રીકો સ્ટાઈલથી અલગ બનાવે છે. સેમિફાઇનલ મેચના પ્રથમ 3 મિનિટના રાઉન્ડમાં કઝાકિસ્તાનના કુસ્તીબાજે પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં, જો કોઈ ખેલાડી પ્રથમ 2 મિનિટમાં ચોક્કસ પ્રતિક્રિયા બતાવતો નથી, તો તેના વિરોધીને એક પોઇન્ટ મળે છે. આ જ નિયમ હેઠળ કઝાકિસ્તાનના કુસ્તીબાજ સનાયેવ નુરીસ્લામે પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. જોકે, રવિ કુમાર દહિયાએ ત્રીજી મિનિટમાં નુરીસ્લામને બેક લિફ્ટ કરી બે પોઇન્ટ મેળવ્યા હતા. 3 મિનિટની રમત બાદ રવિ દહિયાએ 2-1ની લીડ મેળવી હતી.

30 સેકન્ડના વિરામ બાદ બીજા હાફની શરૂઆત થઈ ત્યારે પ્રથમ પહેલી દોઢ મિનિટમાં કઝાકિસ્તાનના પહેલવાનનો દબદબો જોવા મળ્યો હતો, તેને રવિને એંકલ લોકમાં જકડ્યો અને 8 પોઈન્ટ મેળવીને 9-2 ની લીડ મેળવી. અહિંથી રવિ દહિયા માટે પુનરાગમન કરવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું ત્યાંજ રવિને પેનલ્ટીનો એક પોઈન્ટ મળ્યો.

રવિ કુમાર પાસે 4 મિનિટ અને 30 સેકન્ડની રમત બાદ આગળની દોઢ મીનિટમાં પાછા ફરવાનો એક માત્ર રસ્તો કઝાકિસ્તાનના પહેલવાનને પછાડવાનો હતો. દરેક ભારતીય ચાહક તેની વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે રવિએ જે કર્યું તે દરેક ભારતીયનું સપનું હતું. રવિ કુમારે કઝાકિસ્તાનના પહેલવાનને રાઉન્ડથી બહાર કરી 2 પોઇન્ટ મેળવી પુનરાગમન કર્યું.

રવિ કુમારના આ દાવથી કઝાકિસ્તાનનો પહેલવાન થોડો ઘાયલ થયો હતો. આ પછી ફરીથી મેચ શરૂ થતા દહિયાએ કઝાકિસ્તાનને પાછું બેકટર્ન કર્યુ અને 2 પોઈન્ટ મેળવ્યા, જમીન પર તેની પીઠને અડાવી દાવ પૂર્ણ કર્યો. આ સાથે, રવિ કુમારે 39 સેકન્ડ પહેલા જીત મેળવી હતી અને તેની પહેલી ઓલિમ્પિક મેચમાં ભારત માટે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X