For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વીટરે ધોનીના અકાઉન્ટનું બ્લુ ટીક હટાવ્યા બાદ ફરી લગાવ્યું, 2021માં કર્યું હતું છેલ્લુ ટ્વીટ

ટ્વિટરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી 'બ્લુ ટિક' હટાવી દીધી હતી, જે બાદ તેને ફરી લગાવી દેવામાં આવી છે. આ આવું કેમ કરવામાં આવ્યું તે અંગે કંપની દ્વારા હજૂ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત સરકાર સાથે ટ્વીટરનો વિવાદ હજૂ ઠંડો થયો જ હતો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર સાથે વધુ એક નવો વિવાદ જોડાયો છે. ટ્વિટરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી 'બ્લુ ટિક' હટાવી દીધી હતી, જે બાદ તેને ફરી લગાવી દેવામાં આવી છે. આ આવું કેમ કરવામાં આવ્યું તે અંગે કંપની દ્વારા હજૂ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

Twitter india

ધોનીએ છેલ્લું ટ્વિટ જાન્યુઆરી 2021માં કર્યું હતું

ટ્વિટરે ધોનીના ખાતામાંથી બ્લુ ટિક હટાવી દીધી હતી, કારણ કે માહી ટ્વીટર પર સંપૂર્ણપણે સક્રિય નથી. ધોનીએ છેલ્લું ટ્વિટ 8 જાન્યુઆરી, 2021ના​રોજ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બ્લુ ટિક જાળવી રાખવા માટે યુઝર્સે પોતાના અકાઉન્ટમાં ઓછામાં ઓછા 6 મહિનામાં એકવાર લોગ ઇન કરવું જરૂરી છે, પરંતુ ધોનીએ લાંબા સમયથી તેના એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું નથી. કદાચ કંપનીએ આ કારણોસર ધોનીના અકાઉન્ટમાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું હતું, જે બાદ પરત આપવામાં આવ્યું છે.

Twitter india

ધોનીના ટ્વિટર પર 8.2 મિલિયન ફોલોઅર્સ છે

ઉલ્લેખનીય છે કે, ધોનીના ટ્વિટર પર અત્યાર સુધી 8.2 મિલિયન ફોલોઅર્સ છે. કોઈપણ ટ્વિટર અકાઉન્ટ પર બ્લુ ટિક લોકોને જણાવવા માટે છે કે આ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઓફિસિયલ છે. બ્લુ ટિક મેળવ્યા બાદ, વ્યક્તિએ અકાઉન્ટ પર સક્રિય રહેવું પડશે.

રામનાથ કોવિંદના ટ્વિટર અકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર અકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ધોની પહેલા ઘણા નેતાઓના ટ્વિટર અકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર અકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. જો કે, થોડા સમય બાદ તેને ફરીથી આપવામાં આવી હતી. આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર અકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

English summary
Twitter's controversy with the Indian government had just cooled when another new controversy erupted over the social media platform Twitter. Twitter removed the 'blue tick' from former India captain Mahendra Singh Dhoni's Twitter account, after which it has been reinstated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X