U-19 World Cup 2024 : U-19 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, આ દિવસે ભારત-પાકિસ્તાન ટકરાશે

આવતા વર્ષે અંડર 19 વર્લ્ડ કપ રમાવા જઈ કહ્યો છે. ટૂર્નામેન્ટ શ્રીલંકાથી દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવી છે. અહીં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. તેની અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે.

ટૂર્નામેન્ટમાં યજમાન દક્ષિણ આફ્રિકા પહેલા જ દિવસે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. કુલ 16 ટીમોને 4-4 ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ત્યાંથી દરેક ગ્રુપની ટોચની 3 ટીમો આગળના તબક્કામાં પ્રવેશ કરશે. નોક આઉટ મેચો હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે.

u-19 team

ટોચની 12 ટીમોને 6-6ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. ત્યાંથી દરેક જૂથમાંથી 2 ટીમો સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. દક્ષિણ આફ્રિકાને માત્ર ચાર વર્ષમાં અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરવાની તક મળી છે.

આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી પરંતુ સરકારની દખલગીરીને કારણે ટુર્નામેન્ટને દક્ષિણ આફ્રિકામાં ખસેડવામાં આવી છે.

ગ્રુપ એ : ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ

ગ્રુપ બી : ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ

ગ્રુપ સી : ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામિબિયા

ગ્રુપ ડી : અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ

દરેક વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની રાહ જોવાતી હોય છે. આ મેચને લઈને ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નોક આઉટ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળી શકે છે. ટોપ 12 વચ્ચે રચાયેલા ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ભારતીય ટીમ પર ટાઇટલ બચાવવાનું દબાણ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X