ત્રીજી વાર યુએસ ઓપન ચેમ્પિયન બન્યા રાફેલ નડાલ

Written By:
Subscribe to Oneindia News

દુનિયાના નંબર 1 ટેનિસ ખેલાડી રાફેલ નડાલની શાનદાર રમતની સફર હજુ ચાલુ છે, તેમણે રવિવારે કેવિન એન્ડરસનને એકતરફી મુકાબલામાં હરાવીને ત્રીજી યુએસ ઓપનનો ખિતાબ પોતાને નામ કર્યો છે. નડાલે કેવિનને 6-3, 6-3, 6-4થી હરાવીને જીત મેળવી છે. આ જીત બાદ નડાલે કહ્યું કે, આ બે અઠવાડિયા મારા માટે ખૂબ ખાસ રહ્યા છે, પરંતુ સૌ પ્રથમ હું કેવિનને અભિનંદન પાઠવવા માંગુ છું. ઇજામાંથી સાજા થયા બાદ તેમણે ઉમદા વાપસી કરી છે. કેવિનને સંબોધતા તેમણે કહ્યું કે, તમે બીજા ખેલાડીઓ માટે પ્રેરણા સમાન છો.

rafael nadal

ખાસ વાતો

  • આ સિઝનમાં આ નડાલનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.
  • નડાલે અત્યાર સુધીમાં 16 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે.
  • નડાલે મેન્સ સિંગલ્સના સેમિફાઇનલમાં યુઆન માર્ટિન ડેલ પોત્રોને માત આપી હતી.
  • નડાલ આ પહેલાં ન્યૂયોર્કમાં 2010 અને 2013માં ખિતાબ જીતી ચૂક્યાં છે.
  • નડાલ ત્રીજી વાર યુએસ ઓપન ચેમ્પિયન બન્યા છે.
  • ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે માત્ર સ્વિટઝર્લેન્ડના રોજર ફેડરર તેમનાથી આગળ છે.
  • ફેડરરના નામે 19 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.
English summary
Rafael Nadal raced to a third US Open title and 16th Grand Slam crown on Sunday with a 6-3, 6-3, 6-4 rout of South African giant Kevin Anderson.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.