Video: બંગાળી અભિનેત્રીએ ટ્રેવિસ હેડના ફોટો સાથે લગ્ન કરતા ક્રિકેટ ફેન્સ ભડક્યા, દેશદ્રોહી ગણાવી ટ્રોલ કરી

વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ભારતમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેટની ખુબ ચર્ચા છે. એટલા હાથે મેચ જીતાડી દેનારા હેડે ભારતનું ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડ્યુ છે.

એક તરફ શાનદાર સદી બાદ ટ્રેવિસ સોશિયલ મીડિયા પર છવાયેલો છે ત્યારે એક ભારતીય બંગાળી મોડલે તેની સાથે કંઈક એલુ કર્યુ છે કે લોકો સતત તેને ટ્રોલ કરી રહ્યા છે.

Hamoshree Bhadra

હાલ સોશિયલ મીડિયા પર બંગાળી અભિનેત્રી હેમોશ્રી ભદ્રાની ખુબ ચર્ચા છે. હેમોશ્રી ભદ્રાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે કાલ્પનિક લગ્ન કર્યા છે. આ લગ્ન બાદ તે ભારતીય ક્રિકેટ ફેન્સના નિશાને ચડી છે.

ફાઇનલ મેચ પછી હેમોશ્રી ભદ્રાએ ટ્રેવિસ સાથે કાલ્પનિક લગ્ન કર્યા અને તેના નામનું સિંદૂર પણ પુર્યુ. તેણીએ પોતે સોશિયલ મીડિયા પર પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે બંગાળી દુલ્હનના લુકમાં છે અને તેના માંગમાં સિંદૂર અને હાથમાં ટ્રેવિસની તસવીર છે. લગ્નને વાસ્તવિક બનાવવા તેણે લગ્નમાં શંખ ​​વગાડ્યા અને લોકોને સીટીઓ વગડાવી.

શેર કરેલા વીડિયોમાં તેણી કહી રહી છે કે, મેં કપાળ પર ટ્રેવિસ હેડના નામ પર સિંદૂર લગાવ્યું છે. હું આ છોકરા વિશે જેટલું વિચારું છું તેટલી જ મારા ચહેરા પરની લાલાશ વધે છે. આ એક સુંદર તસવીર છે, હું ઈચ્છું છું કે તે મારો સ્વામી બને.

આ વીડિયો સામે આવ્યા બાદ લોકો હેમોશ્રી ભદ્રા પર ગુસ્સે ભરાયા છે અને સતત ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો તેને દેશદ્રોહી કહીને દેશ બહાર મોકલવાની માંગ પણ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X