Video : મોહમ્મદ શમીનું વાઈફ હસીન જહા સાથે સમાધાન થઈ ગયુ? સામે આવ્યો બન્નેનો વીડિયો
મોહમ્મદ શમી ક્રિકેટના મેદાનમાં જેટલી ધમાકેદાર બોલિંગ કરે છે તેટલો જ તે મેદાન બહાર તેની પત્નીને લઈને વિવાદમાં રહે છે. હવે તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
હસીન જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને શમી લાઇમલાઇટમાં આવ્યા બાદ હસીન જહાંના ઘણા વીડિયો પણ વાયરલ થયા. આ વીડિયોમાં તે પોતાના પતિ વિશે ઈશારામાં વાત કરતી જોવા મળી.

આ ઈશારાને ફેન્સ સારી રીતે સમજે છે કે તે કોઈ અન્ય તરફ નહીં પણ શમીને કહી રહી છે. શમીના અંગત જીવનમાં લાંબા સમયથી કેટલી ઉથલપાથલ ચાલી રહી છે તે બધાને ખબર છે. શમીએ પોતે મીડિયા સામે આ વિશે વાત કરી હતી.
આ દરમિયાન શમીના ફેન્સ હસીન જહાં પર ઘણા આરોપો લગાવી રહ્યા છે. હાલમાં જ હસીન જહાંનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાને પતિની રાજકુમારી ગણાવી રહી છે.
છૂટાછેડાના સમાચારો વચ્ચે હસીન જહાંનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક ગીત સાથે લિપ સિંક કરતી જોવા મળી રહી છે. જે ગીત પર હસીન જહાં લિપ સિંક કરી રહી હતી તેના લિરિક્સ છે - હું મારા પતિની રાજકુમારી છું. આ સાથે તેનું કેપ્શન પણ ઘણું આશ્ચર્યજનક હતું, જેના પર લખ્યું હતું કે હું નફરતથી જ રાજ કરું છું.
હસીન જહાંનો વીડિયો આવતા જ વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શમી અને તેની પત્ની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે.
ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે,તે શમીને નહીં પરંતુ તેની પ્રસિદ્ધિ અને તેના પૈસાને પ્રેમ કરે છે. શમીના ચાહકોએ હસીન જહાંને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નથી.












Click it and Unblock the Notifications
