Video : એ ભાઈ હીરો બનવાનું રહેવા દે… મેદાન વચ્ચે જ રોહિતે સરફરાઝ ખાનને ખખડાવ્યો, વીડિયો વાયરલ

રોહિત શર્મા મેદાન પર તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતો છે. રોહિત શર્માના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. હવે તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈંગ્લેન્ડની ટીમની છેલ્લી વિકેટ ક્રિઝ પર હતી અને સરફરાઝ ખાન બેટ્સમેન બશીરની નજીક ફિલ્ડિંગ કરી રહ્યો હતો.

Rohit Sharma

આ દરમિયાન તેણે માથા પર હેલ્મેટ પહેર્યું ન નહોતું. આ જોઈને રોહિત શર્માએ તરત જ સરફરાઝ ખાનને ઠપકો આપ્યો.

રોહિત શર્માએ પોતાની મુંબઈ સ્ટાઈલમાં કહ્યું કે, અરે ભાઈ હીરો ન બન. રોહિતે સરફરાઝને કહ્યું કે હેલ્મેટ વગર ફિલ્ડિંગ ન કર. બોલને કારણે માથામાં ઈજા થઈ શકે છે.
તેણે સરફરાઝને હેલ્મેટ વિના ફિલ્ડિંગ કરતા રોક્યો અને જ્યારે હેલ્મેટ મેદાન પર આવ્યુ તે પછી જ તે મેદાન પર ઊભો રહ્યો.

રોહિત શર્મા અને સરફરાઝ વચ્ચેની આ વાતચીત સ્ટમ્પ માઈક પર સ્પષ્ટ રીતે સંભળાઈ. બ્રોડકાસ્ટર જિયો સિનેમાએ પણ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
આ પછી ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. રોહિત શર્માની વાત સાંભળીને કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા લોકો પણ હસવા લાગ્યા.

ત્રીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડની ટીમ તેની છેલ્લી ઈનિંગમાં 145 રનના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના 40 રન બનાવી લીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X