Video : સારા સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે શુભમન ગિલ અભીનેત્રીની છેડછાડ કરતો જોવા મળ્યો, જુઓ વીડિયો

વર્લ્ડ કપમાં શાનદાર ફટકાબાજી કરી રહેલો શુભમન ગિલ ક્રિકેટ સિવાય તેની પર્શનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હવે શુભમન ગિલ ફરીથી ચર્ચામાં છે.

ભારતના વિસ્ફોટક બેટ્સમેન શુભમન ગિલ આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. ચર્ચા છે કે તે સારા નામની કોએઈ છોકરીના પ્રેમમાં છે, પરંતુ તે સારા તેંડુલકર છે કે સારા અલી ખાન તે મોટો સવાલ છે.

Shubman Gill

હવે શુભમન ગિલનો એક ઓરિજિનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયોમાં ન તો સારા તેંડુલકર છે અને ન તો સારા અલી ખાન પરંતુ તેની સાથે પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા છે. અહીં તે સોનમને ડેટિંગને લઈને સવાલ કરી રહ્યો છે.

આ વીડિયો લોકપ્રિય ટેલિવિઝન શો દિલ દિયાં ગલ્લાંનો છે, જેમાં શુભમન ગિલ અભિનેત્રીને છેડતા કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો છે, જેના જવાબમાં સોનમ હસીને જવાબ આપે છે પરંતુ એક પ્રશ્નના જવાબમાં તે ખૂબ જ શરમાય છે.

શુભમન ગિલે પૂછ્યું કે, શું તું ક્યારેય કોઈ ક્રિકેટર સાથે ડેટ પર ગઈ છે?' આ સાંભળીને સોનમ બાજવા એક મિનિટ માટે અટકી જાય છે અને પછી સાવધાનીથી કહે છે, ના. જે પછી પાછળથી હૂટર સંભળાય છે એટલે કે સોનમે ખોટો જવાબ આપ્યો.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું ગિલ તેને ડેટ કરી રહ્યો છે? તો કોઈએ લખ્યું કે સોનમ બન્ને સારા કરતાં ઘણી સારી છે.

એક યુઝરે કહ્યું કે, એવું લાગે છે કે 'શુભમન ગિલ તેનામાં રસ લઈ રહ્યો છે, તે સારું છે કે તેમની જોડીમાં મજા આવશે પરંતુ તે ગિલ કરતા દસ વર્ષ મોટી છે. હાલમાં આ વીડિયો પર કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, સોનમ બાજવાનું આખું નામ સોનમપ્રીત બાજવા છે અને તેણીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણીએ વર્ષ 2012 માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. વર્ષ 2014 માં તેણીએ પંજાબી સુપરહિટ ફિલ્મ પંજાબ 1984 માં કામ કર્યું હતું અને ઓળખ મળી. તેણી સોશિયલ મીડિયા અને પંજાબી ફિલ્મ જગતનો લોકપ્રિય અને સુંદર ચહેરો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X