Vinesh Phogat in Paris Olympics: ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગટે માતાને કહ્યું, મારે ગોલ્ડ જોઈએ છે
Vinesh Phogat in Paris Olympics: વિનેશ ફોગાટે સોમવારે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી. તેણે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવ્યો હતો.
આ મેચ જીત્યા બાદ વિનેશે તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી અને ખાસ વચન આપ્યું હતું. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સેમીફાઈનલમાં વિનેશનો વિજય - સોમવારે રમાયેલી મેચમાં વિનેશ પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં, તેણીએ ક્યુબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા હતા.
તેમણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમીફાઇનલ પહેલા, તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવ્યું હતું.

માતાને ગોલ્ડ જીતવાનું વચન આપ્યું - ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટે તેની માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી.
આ વીડિયોને વિશ્વ કુશ્તીની સર્વોચ્ચ સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા તેના સત્તાવાર 'X' હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં વિનેશ તેની માતા અને પરિવારના સભ્યો સાથે વાત કરતી જોઈ શકાય છે. આ દરમિયાન તેને કહેતા સાંભળી શકાય છે કે, સોનું લાવવું છે...સોનું.
ફાઇનલમાં આ અમેરિકન રેસલરનો સામનો થશે - ફાઇનલમાં વિનેશ ફોગાટનો સામનો અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સાથે થશે. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ મેચ મોડી રાત્રે 12:30 વાગ્યે (8 ઓગસ્ટ) રમાશે.
It takes a village - Vinesh PHOGAT 🇮🇳 talking to her mother after becoming the first Indian to reach Olympic final in women’s wrestling#uww #wrestling #wrestleparis #olympics #paris2024 pic.twitter.com/Kh5SDCVR3T
— United World Wrestling (@wrestling) August 6, 2024












Click it and Unblock the Notifications
