વિનેશ ફોગાટના રમવાની આશા હજુ પણ બાકી, કાકા મહાવીરે રિટાયરમેન્ટ પર આપ્યો આ જવાબ, ષડયંત્ર પર પણ ખોલી પોલ
Vinesh Phogat: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા ગેરલાયક ઠર્યા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેની પોસ્ટમાં વિનેશ ફોગાટે તેની માતાને સંબોધીને એક ભાવનાત્મક સંદેશમાં લખ્યું કે હવે તેનામાં આગળ રમવાની તાકાત નથી. પરંતુ હજુ પણ વિનેશ ફોગટના રમવાની આશા છે.
વિનેશ ફોગટના કાકા મહાવીર ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિના નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરી છે. કાકા મહાવીર ફોગાટે કહ્યું છે કે, તેઓ વિનેશને પાછા ફરવા માટે સમજાવશે અને તેને નિવૃત્તિનો નિર્ણય બદલવા માટે કહેશે. તેમણે કહ્યું છે કે, "અમે તેને સમજાવીશું કે તેણે 2028માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારી કરવી જોઈએ. હું તેને રમતમાં પાછા ફરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.''

આમિર ખાનની 2016ની હિટ ફિલ્મ દંગલના મૂળ સ્ટાર મહાવીર ફોગાટે ગુરુવારે (08 ઓગસ્ટ) કહ્યું કે તેની ભત્રીજીને પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી ગેરલાયક ઠેરવવા પાછળ કોઈ કાવતરું નથી. તેcણે કહ્યું કે ઓલિમ્પિક સંસ્થાના પોતાના નિયમો છે અને ડિસક્વૉલિફિકેશન તેમના નિયમ પુસ્તક મુજબ થઈ છે.
જ્યારે મહાવીર ફોગાટને પૂછવામાં આવ્યું કે વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કેમ લીધો? તેના પર તેમણે કહ્યું કે આ વખતે ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક નિશ્ચિત હતો, પરંતુ તેને ગેરલાયક ઠેરવવામાં આવી અને તે દુઃખી છે. મારી ભત્રીજીને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવાથી આખો દેશ દુખી છે. તેમણે એમ પણ કહ્યું કે આ દર્દ ત્યારે જ દૂર થશે જ્યારે તે ગોલ્ડ લાવશે.
મહાવીર ફોગાટે કહ્યું, "મને લાગે છે કે કોર્ટ તેને રાહત આપી શકે છે, પરંતુ તે મુશ્કેલ છે." વધુમાં, વિનેશ ફોગાટને કુસ્તી શીખવનાર મહાવીર ફોગાટે કહ્યું કે જ્યારે પણ તે આવશે ત્યારે પરિવાર તેને રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય બદલવા માટે સમજાવશે. તેમણે કહ્યું કે જ્યારે વિનેશ પરત આવશે, ત્યારે તે તેને લોસ એન્જલસમાં યોજાનારી આગામી 2028 ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પ્રેરિત કરશે.
મહાવીર ફોગાટે કહ્યું, "જ્યારે તે પાછી આવશે, ત્યારે અમે બધા, હું, બજરંગ પુનિયા અને અન્ય લોકો તેને આગામી 2028 ઓલિમ્પિક માટે પ્રેરિત કરીશું. 2016માં તે ઈજાને કારણે ઓલિમ્પિક જીતી શકી ન હતી, 2020 અને 2024માં તે મહાસંઘ(ભારતીય રેસલિંગ ફેડરેશન) અને બ્રિજ ભૂષણ સિંહ સામેના વિરોધને કારણે દબાણમાં હતી."
તેમણે એમ પણ કહ્યું કે તે તેમની નાની પુત્રી સંગીતા ફોગાટને ઓલિમ્પિકની તૈયારી કરવા માટે મનાવી લેશે. તેણે કહ્યું, "ભવિષ્યમાં, હું મારી નાની પુત્રી સંગીતા સાથે ઓલિમ્પિકની તૈયારી વિશે વાત કરીશ, હું 100 ટકા વિનેશ ફોગાટને તૈયાર કરીશ, જે ઓલિમ્પિકમાં મેડલ જીતશે.












Click it and Unblock the Notifications
