સચિનની જેમ 40 વર્ષ સુધી રમવા માગે છે વિરાટ કોહલી

નવી દિલ્હી, 4 ઓક્ટોબરઃ ટીમ ઇન્ડિયાના સૌથી ફીટ ખેલાડીઓમાના એક વિરાટ કોહલીનું કહેવું છે કે, તે સચિન તેંડુલકરને ફિટનેસ ગુરુ માને છે. વિરાટે ઇચ્છા વ્યક્ત કરી છે કે, તે મહાન ખેલાડી સચિન તેંડુલકરની જેમ 40 વર્ષ સુધી પેશન સાથે ક્રિકેટ રમવા માગે છે. વિરાટે પોતાના પ્રદર્શનથી પોતાની જાતને સાબિત કરી છે.

વિરાટ કહે છે કે, સચિને જે એચિવ કર્યું છે, તેનું 60થી 70 ટકા પણ હું મેળવી લઉ તો હું ખુશ રહીશ. વિરાટે કહ્યું કે, સચિનની આકરી મેહનત યુવાઓ માટે એક મિસાલ છે. વિરાટે એડીદાસ સાથે એક ડીલ કરી છે.

virat-kohli-adidas
વિરાટ અનુસાર દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન અન મોર્ન મોર્કલ વિશ્વના સૌથી ખતરનાક બોલર છે. તેમને રમવા હંમેશા કપરુ સાબિત થાય છે. આસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી વનડે શ્રેણી અંગે વિરાટે કહ્યું કે, માઇકલ ક્લાર્ક નહીં હોવા છતાં પણ કાંગારુ ટીમ ઘણી મજબૂત છે પરંતુ અમને આશા છે કે, અમે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહીશુ. નોંધનીય છે કે, ઘરેલુ મેદાનમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવ્યું હતું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X