For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ કોહલી કરશે કપ્તાની, ધોનીને આરામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જુલાઇ : 24 જુલાઇથી શરૂ થનારી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઇજાથી પીડાઇ રહેલા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. એકવાર ફરી કપ્તાની વિરાટ કોહલીને સોંપવામાં આવી છે. ધોનીના ઇજાગ્રસ્ત હોવા છતાં વર્તમાનમાં ચાલી રહેલા ટ્રાઇ શ્રેણીમાં વિરાટ કોહલી જ કપ્તાની કરી રહ્યા છે.

મોહિત શર્મા, જયદેવ ઉનાદકટ, પરવેઝ રસૂલ ટીમ ઇન્ડિયામાં સામે કરવામાં આવેલા આ વખતના નવા ચહેરા છે. આ પ્રવાસ માટે ગૌતમ ગંભીર અને મુરલી વિજયને એકવાર ફરી તક આપવામાં આવી નથી. સુરેશ રૈનાને ફરી ટીમમાં સામેલ કરી પસંદગીકારોએ તેમની પર વિશ્વાસ રાખ્યો છે.

virat kohali
બીસીસીઆઇ અનુસાર આ વખતે યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને ચાર બોલરોને આરામ આપવામાં આવી છે. ઇશાંત શર્મા, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવને આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસ 24 જુલાઇથી ત્રણ ઓગસ્ટ સુધી રહેશે.

અત્રે નોંધનીય વાત એ છે કે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે શુક્રવારે જાહેર કરવામાં આવેલી આ ટીમમાં બીસીસીઆઇએ જમ્મુ-કાશ્મીરના પરવેઝ રસૂલને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપી નવો ઇતિહાસ બનાવ્યો છે. એટલે કે જમ્મુ-કાશ્મીરમાંથી પરવેઝ રસૂલ પહેલો એવો ખેલાડી છે જેની પસંદગી ઇન્ડિયન ટીમ માટે કરવામાં આવી છે.

English summary
Parveez Rasool on Friday became the first player from Jammu and Kashmir to be named in the Indian cricket team as the selectors opted to rest captain Mahendra Singh Dhoni and four other top players for the five-match ODI series in Zimbabwe later this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X