For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી, ઈમોશનલ પોસ્ટથી જાહેરાત કરી!

વિરાટ કોહલીએ ODI અને T20 બાદ હવે ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. તેણે ટ્વિટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 68 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વિરાટ કોહલીએ ODI અને T20 બાદ હવે ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. તેણે ટ્વિટ કરીને ચાહકોને આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં0 0000તેણે0 ટીમ ઈન્ડિયા માટે 68 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન ભારતે 40 મેચ જીતી છે અને 17માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

virat kohli

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ટ્વિટર દ્વારા કેપ્ટનશિપ છોડવાની માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર એક લાંબો પત્ર લખ્યો છે. આમાં તેણે BCCI અને તેના ફેન્સનો આભાર માન્યો છે. આ સાથે વિરાટે તેની અત્યાર સુધીની સફરનો પણ ઉલ્લેખ કર્યો છે.

વિરાટે પત્રમાં લખ્યું કે, મેં છેલ્લા 7 વર્ષમાં સખત મહેનત કરીને ટીમને સાચી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો છે. મેં મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. BCCIનો આભાર માનતા કોહલીએ લખ્યું, હું BCCIનો આભાર કહેવા માંગુ છું, તેઓએ મને આટલા લાંબા સમય સુધી ભારતીય ટીમનો કેપ્ટન રહેવાની તક આપી.

તમને જણાવી દઈએ કે વિરાટે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 7962 રન બનાવ્યા છે. કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 254 રન છે. કેપ્ટનશિપની વાત કરીએ તો કોહલીએ 68 ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન ભારતની મેચ જીતવાની ટકાવારી 58.82 રહી છે. કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 40 મેચ જીતી છે.

English summary
Virat Kohli quits Test captaincy, announces emotional post!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X