નોટિંગહામ ટેસ્ટ ડ્રો, ધોનીએ વ્યક્તિ કરી એક ઇચ્છા

નોટિંગહામ, 14 જુલાઇઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજની પીચ પર રમાયેલી પહેલી ટેસ્ટમાં પોતાના બોલર્સે કરેલા પ્રદર્શનની પ્રશંસા કરી છે. આ સાથે જ ધોનીએ ઇચ્છા વ્યક્ત કરી છેકે હવે પછી જીવંત પીચ પર રમવા મળે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણની પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. આ પીચમાં ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 457 અને બીજી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 391 પર દાવ ડિક્લેર કર્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 496 રન કર્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ ડ્રો થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે આ પીચ પર કન્ટ્રોલ કરી શકીએ તેમ નહોતા, અમે એ બધુ જ કર્યું જે અમે કરી શકતા હતા અને આ મેચમાં અનેક હકારાત્મક પાસા જોવા મળ્યા છે. આ પ્રકારની પીચ પર ખરેખર બોલર્સે સારું પ્રદર્શન કર્યું છે. 160 ઓવર્સમાં બોલર્સે ઘણી ઉત્કટતા દર્શાવી હતી અને ઘણો પ્રયાસ કર્યો હતો. દરેકે અંદાજે 20થી 35 જેટલી બોલિંગ નાખી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, ઓવરઓલ જોવામાં આવે તો અમારી બેટિંગ પણ સારી હતી, મુરલી વિજય ખરેખર સારુ રમ્યો હતો અને અન્યોએ પણ સારી બેટિંગ કરી હતી. કેટલાકે પોતાની કારકિર્દીની શરૂઆત સારી રીતે કરી હતી તો કેટલાકે સમય પણ લીધો છે. આપણે દરેક બાબતને પરિણામ સાથે ન જોવી જોઇએ. જો તમે આ પહેલાના પ્રવાસ પર નજર ફેરવો તો અમારા બેટ્સમેનોમાં ઘણો સુધારો આવ્યો છે. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

બોલર્સને બેટિંગ ક્ષેત્ર થઇ મદદરૂપ

બોલર્સને બેટિંગ ક્ષેત્ર થઇ મદદરૂપ

આ પીચ ટેસ્ટ મેચની સેન્ટ્રલ થીમ સમાન હતી, જે બોલર્સને બેટિંગ ક્ષેત્રે ઘણી જ મદદરૂપ થઇ હતી. ભુવનેશ્વર કુમારે બે અડધી સદી, સ્ટૂઅર્ટ બિન્ની, મોહમ્મદ સામી, જેમ્સ એન્ડરસને પણ ટેસ્ટમાં અડધી સદી ફટકારી છે.

મુરલી વિજય બાદ રૂટે ફટકારી સદી

મુરલી વિજય બાદ રૂટે ફટકારી સદી

એન્ડરસન અને જોયે રૂટે રેકોર્ડબ્રેક ભાગીદારી નોંધાવી છે, તેમ જ મુરલી વિજયે પ્રથમ ઇનિંગમાં 146 રન ફટકાર્યા હતા તો જોયે રૂટે પણ 154 રનની ઇનિંગ રમી હતી.

આ પ્રકારની પીચ તમને આનંદ આપે છે

આ પ્રકારની પીચ તમને આનંદ આપે છે

જ્યારે તમે બહાર રમો છો ત્યારે તમે તમારા ઘર જેવી પીચ પર બેટિંગ કરવા મળે તેવું તમે ઇચ્છતા હોવ છો, જો તમે ભારતમાં રમતા હોવ તો ત્યાં તમે ફ્લેટ ટ્રેક નહીં ઇચ્છો પરંતુ ટર્નિંગ પીચ મળે તેવું ઇચ્છો છો કારણ કે આ પ્રકારની પીચ પર રન બનાવતી વખતે આપણને આનંદ આવે છે.

ઇંગ્લેન્ડમાં સ્વિંગ બોલિંગને મદદરૂપ હોય તેવી પીચની ઇચ્છા

ઇંગ્લેન્ડમાં સ્વિંગ બોલિંગને મદદરૂપ હોય તેવી પીચની ઇચ્છા

તમે દક્ષિણ આફ્રિકામાં જાઓ તો ત્યાં સ્વિમિંગ ટ્રેક્સમાં રમવાનું વધારે પસંદ કરશે, જ્યારે ઇંગ્લેન્ડમાં પ્રવાસે હોવ ત્યારે તમે ત્યાંની પીચ અને સ્થિતિ અનુસાર સ્વિંગ બોલિંગની આશા રાખો છો. આશા રાખીએ છીએ કે હવે પછીની મેચોમાં જીવંત પીચો મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X