ટી-20 વર્લ્ડકપ: કાંગારૂઓને પછાડી કેરેબિયન પહોંચ્યા ફાઇનલમાં

Chris gayle
કોલંબો, 5 ઓક્ટોબર: ટી-20 વર્લ્ડકપમાં ચડતીને પડતીનો સિલસિલો સતત ચાલુ છે. શુક્રવારે પણ એક ચોકાવનારું પરિણામ સામે આવ્યું જ્યારે વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર મનાતુ ઓસ્ટ્રેલિયાને વેસ્ટઇન્ડીઝની ટીમે 74 રનથી હરાવી દીધું. હવે હવે વેસ્ટઇન્ડીઝ અને શ્રીલંકાની વચ્ચે રવિવારે ફાઈનલ મેચ રમાશે.

આર યા પારના મુકાબલામાં કાંગારૂઓ પર કેરેબિયન દરેક રીતે ભારે પડ્યા. ક્રિસ ગેઇલની તોફાની બેટિંગ દ્વારા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ઝંગી સ્કોર આપ્યો હતો. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 16.4 ઓવરમાં જ માત્ર 131 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

કાંગારૂઓમાં માત્ર કપ્તાન જયોર્જ બેલેએ શાનદાર 63 રનની પારી રમી હતી જોકે ઓસીનો અન્ય કોઇ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો નહીં. વેસ્ટઇન્ડીઝ તરફથી રવિ રામ પાલે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે બદ્રી, સુનીલ નરેન અને કેરોન પોલાર્ડે 2-2 વિકેટ ઝડપી હતી.

આ પહેલા વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી 20 ઓવરમાં ચાર વિકેટ પર 205 રન બનાવ્યા. જેમાં ક્રિસ ગેઇલે 41 બોલમાં 75 રન ફટકારી દીધા. ઓસીનો કોઇ બોલર કેરેબિયનોને રોકી શક્યો નહીં, અને કેરેબિયને ઝંગી સ્કોર બનાવી દીધો. ઓસી તરફથી કુમીન્સને 2 અને સ્ટાર્ક અને ડોર્થીએ 1-1 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X