થયુ કંઇક આવું, જ્યારે ક્રિકેટના દિગ્ગજોએ કહ્યું અલવિદા?
ભારતીય ક્રિકેટ અને વિશ્વ ક્રિકેટના મહાન અને પ્રેરણાસ્ત્રોત સમાન ખેલાડી સચિન તેંડુલકર દ્વારા વેસ્ટ ઇન્ડિઝ સામેની અને કારકિર્દીની 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીં દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી અનેક ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા છે. સચિને બીસીસીઆઇને પત્ર લખીને પોતાની નિવૃત્તિ લેવાની ઇચ્છા જણાવ્યા બાદ જેવા જ આ સમાચાર મીડિયામાં પ્રસારિત થયા કે તુરત જ દેશ વિદેશમાં સચિનના ચાહકોને જોરદાર ઝાટકો લાગ્યો હતો.
સચિને પોતાની કારકિર્દીની અંતિમ મેચ મુંબઇમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને બીસીસીઆઇએ માની લીધી છે. જો કે, આજે અમે અહીં વાત સચિન તેંડલકરની કરી રહ્યાં નથી. પરંતુ તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે, ત્યારે આજે અમે અહીં વિશ્વ ક્રિકેટના એવા જ કેટલાક મહાન અને દિગ્ગજ ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેમણે પોતાની કારકિર્દીની અંતિમ મેચમાં કેવો દેખાવ કર્યો હતો અને કેવી રહી હતી તેમની વિદાય. તો ચાલો તસવીરો થકી જાણીએ ક્રિકેટ જગતના દિગ્ગજોની કારકિર્દીની અંતિમ મેચ અંગે.

સુનિલ ગાવસ્કર
ભારતના લેજેન્ડરી બેટ્સમેને 4 નવેમ્બર 1987ના રોજ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી. જે રિલાયન્સ વિશ્વકપની સેમી ફાઇનલ હતી. આ મેચમાં તેમણે ચાર રન બનાવ્યા હતા.

સર વિવિયન રિચાર્ડ્સ
1991માં વેસ્ટ ઇન્ડિયનના આ ગ્રેટ ખેલાડીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ઓવેલમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ફાઇનલ મેચમાં તેમણે 2 અને 60 રન બનાવ્યા હતા.

સર ડોનાલ્ડ બ્રેડમેન
ઓસ્ટ્રેલિયાના આ લેજેન્ડરી ખેલાડીએ પોતાની અંતિમ ટેસ્ટ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1948માં રમી હતી. જેમાં તેઓ પહેલાં જ બોલે શૂન્ય પર આઉટ થયા હતા. ત્યારે તેમની એવરેજ 99.94 હતી.

કપીલ દેવ
17 ઓક્ટોબર 1994ના રોજ ભારતને પ્રથમ વિશ્વકપ અપાવનારા સુકાની કપીલે દેવે પોતાની કારકિર્દીની અંતિમ મેચ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ફરિદાબાદમાં રમી હતી. આ મેચમાં તેમણે 12 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ લીધી નહોતી.

ઇમરાન ખાન
પાકિસ્તાનના સુકાની ઇમારાન ખાને 1992માં દેશને વિશ્વકપ જીતાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી હતી. આ મેચમાં તેમણે 72 રન બનાવ્યા હતા અને રિચાર્ડ લિંગવોર્થની મેચ વિનિંગ વિકેટ લીધી હતી.

સ્ટિવ વો
6 જાન્યુઆરી 2004ના રોજ સ્ટિવ વોએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં ભારત વિરુદ્ધ 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

શેન વોર્ન
ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનરે 5 જાન્યુઆરી 2007ના રોજ ઇંગ્લેન્ડ સામે અંતિમ મેચ રમી હતી. આ મેચમાં તેણે પહેલી ઇનિંગમાં 69 રન આપીને એક વિકેટ અને બીજી ઇનિંગમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી.

સૌરવ ગાંગુલી
પ્રિન્સ ઓફ કોલકતા કહો કે પછી બેંગોલ ટાઇગર સૌરવ ગાંગુલીએ 6-10 નવેમ્બર 2008 દરમિયાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ નાગપુર ખાતે રમી હતી. આ મેચમાં તેમણે પહેલી ઇનિંગમાં 85 અને બીજી ઇનિંગમાં 0 રન કર્યા હતા.

બ્રાયન લારા
2007ના વિશ્વકપ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના આ મહાન ખેલાડીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ રમી હતી. આ મેચમાં તેણે 18 રન બનાવ્યા હતા.

મુથૈયા મુરલીધરન
2010માં 800 વિકેટ મેળવ્યા બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહીં દીધા પછી 2011માં તેણે કારકિર્દીની અંતિમ વનડે ભારત વિરુદ્ધ વિશ્વકપની ફાઇનલ રમી હતી.

રિકી પોન્ટિંગ
ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગે કારકિર્દીની અંતિમ મેચ 3 ડિસેમ્બર 2012ના રોજ રમી હતી. આ ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હતી અને તેમાં તેણે 4 અને 8 રન બનાવ્યા હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
