For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવું તે શું થયું કે, સચિનને લેવો પડ્યો હતો ખાનગી ટેક્સી અને રિક્ષાનો સહારો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 ઓક્ટોબરઃ ક્રિકેટ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને એક વાર મેચના આયોજન સ્થળ પર સમયસર પહોંચવા માટે ખાનગી ટેક્સીનો સહારો લેવો પડ્યો હતો.

sachin-tendulkar
તેંડુલકરે અહીં ‘સ્મૈશ'માં રુફટાપ ગો કાર્ટિંગ લોન્ચ કર્યા બાદ પત્રકારોને કહ્યું કે, ડ્રાઇવિંગ કરતી વખતે મારી સાથે એક ખરાબ અનુભવ થયો છે. મારી ઇજા બાદ વનડે મેચ રમવા માટે હું નાગપુર જઇ રહ્યો હતો અને મારી ફ્લાઇટ સવારે છ, સાડા છ વાગ્યાની આસપાસ હતી. સાડા પાંચ વાગ્યે મારી કારનું ટાયર પંક્ચર પડ્યુ અને મારે હવાઇ મથકે પહોંચવાનું હતું. તેથી મે ખાનગી ટેક્સીથી હવાઇ મથકે પહોંચ્યો. હું તણાવમાં હતો કે કદાચ મને ટેક્સી નહીં મળે.

તેણે કહ્યું કે, ટેક્સી અને રિક્ષાના સંયોજનથી હું મારી બેગ્સ સાથે હવાઇ મથકે પહોચ્યો. હું એ દિવસે અભ્યાસ કરવામાં સફળ રહ્યો હતો. આ ડ્રાઇવિંગનો પડકારપૂર્ણ અનુભવ હતો. સચિને સ્વીકાર્યું કે તેને ડ્રાઇવિંગનો શોખ છે.

તેણે કહ્યું કે, હું ડ્રાઇવિંગને લઇને ઘણો જ જનૂની છું, ખાસ કરીને કાર્ટિંગને લઇને. મે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની અને ઇંગ્લેન્ડ જેવા અનેક સ્થળો પર કાર્ટિંગ કરી છે. જ્યાં સુધી ગ્રિપનો સવાલ છે તો એ સર્વશ્રેષ્ઠ ટ્રેકમાંનો એક છે.

English summary
Commitment to his game of cricket had once compelled Sachin Tendulkar to call a private taxi in order to reach a match venue on time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X