For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'50 વર્ષની ઉમર સુધી રમી શકે છે સચિન'

|
Google Oneindia Gujarati News

sachin-Richards
નવી દિલ્હી, 25 એપ્રિલઃ વેસ્ટઇન્ડિઝના મહાન બેટ્સમેન સર વિવયન રિચાર્ડ્સનું માનવું છે કે, સચિનને નિવૃત્તિની સલાહ આપવાનો અધિકાર કોઇને નથી. સચિન એક એવા ખેલાડી છે જે 50 વર્ષની ઉમર સુધી આરામથી રમી શકે છે.

પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સે આજે અહીં કહ્યું કે, હું સચિનનો બહુ મોટો પ્રશંસક છું. તેમણે બેટિંગને એક નવી ઉંચાઇ પર પહોંચાડી છે. હું તેમને સલાહ આપનારો કોણ છું કે તેમણે ટી20માં રમવું જોઇએ કે નહીં.

રિચાર્ડ્સને પૂછવામાં આવ્યું કે, તેંડુલકર અને રિકી પોન્ટિંગ હાલની આઇપીએલમાં સફળ રહ્યાં નથી, તો શું તેમણે ક્રિકેટના સૌથી નાના રૂપમાં રમવું જોઇએ કે નહીં. તેના જવાબમાં રિચાર્ડ્સે કહ્યું કે, તેંડુલકર આજની ક્રિકેટના નાયક છે અને મને લાગે છે કે તે 50 વર્ષ સુધી રમવા માંગે તો કોઇને એ કહેવાનો અધિકાર નથી કે તે નિવૃત્તિ લઇ લે. તેંડુલકર જેવા ખેલાડીઓને એ પૂરો અધિકાર હોવો જોઇએ કે તે જાતે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય કરે. તે સંપુર્ણપણે તેમનો નિર્ણય હોવો જોઇએ.

રિચાર્ડ્સ ડેરડેવિલ્સ સાથે જોડાયા બાદ તેમણા તરફથી વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે તોફાની ઇનિંગ રમી. ત્યારબાદ સેહવાગે કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝના આ મહાન બેટ્સમેને તેને સલાહ આપી હતી.

English summary
When Sachin wants to retire is his call. It's completely an individual call. He alone should decide, Richards said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X